________________
૧૨૨
એ મારાથી સહન નહીં થાય, ગોવિંદ. પાર્થના આખાયે કુલને હું પૃથ્વીમાંથી ઊખેડી નાખીશ.”
બલભદ્રની આ ગર્જના સાંભળતાં વેંત ભોજ, વૃષ્ણી અને અલ્પક કુલેન વીરે તેનું અનુમોદન કરતા તેમની પાછળ આવીને ઉભા રહી ગયા અને પરિસ્થિતિ અત્યારના શબ્દોમાં કહીએ તો “ઘણું નાજુક અને તંગ” બની ગઈ.
હવે શ્રીકૃષ્ણ ઊભા થયા. તેમણે આ પ્રમાણે પ્રવચન કર્યું: “તમે બધા ભૂલે છે. અર્જુને આપણા કુલનું બહુમાન કર્યું છે. મનગમતા લગ્ન કરવાની આના જેવી બીજી કઈ રીત છે ? સ્વયંવરમાં કન્યા યોગ્ય જ વરણી કરશે એવું નકકી નથી. બીજી તરફ ગોવાળ જેમ પશુને હાંકે, તેમ મા-બાપ પિતાની મુન્સફી પ્રમાણે દીકરીને વળાવે તે પણ યોગ્ય નથી. ત્રીજી તરફ કન્યા-વિય પણ અનિષ્ટ છે. પાથે આ બધે વિચાર કરીને જ બહેન સુભદ્રાને પરણવા માટે–આ પ્રમાણમાં સૌથી નિર્દોષ–રસ્તો લીધો છે. હું તે માનું છું કે સુભદ્રા ભાગ્યશાળી છે. નહિતર ભરત કુલમાં ઉત્પન્ન થયેલ, શખ્સનું જેવાને પ્રપૌત્ર અને આપણું પોતાની ફેઈ કુન્તીને પુત્ર, પતિ તરીકે એને સાંપડે ખરે ?”
શ્રીકૃષ્ણનું આ સંભાષણ યાદવોની એ સભાને કેવું લાગ્યું હશે ? તેઓ જેમાં અપમાન જતા હતા તેમાં જ શ્રીકૃષ્ણ બહુમાન જોતા હતા.
દરમ્યાન શ્રીકૃણ પિતાના વકતવ્યને ઉપસંહાર કરતા હતા ઃ “યુદ્ધમાં પાર્થને પરાજય કરી શકે એવો કઈ માઈને પૂત હું જોતો નથી.”
આ વાક્ય સાંભળતાં વેંત બલભદ્ર સહિત તમામ યાદવવીરેના ચહેરા પર એટલો બધે ઉશ્કેરાટ છવાઈ ગયું કે જાણે હમણાં જ સૌ ભેગા મળીને પાર્થનું અને પાર્થને સમગ્ર કુલનું નિકંદન કાઢી નાખશે.
પણ ત્યાં તો પોતાના વકતવ્યની પૂર્ણાહુતિ કરતાં કૃષ્ણ છેવટની અને સૌથી વધુ ચોટદાર દલીલ છોડીઃ “અને અર્જુનની આટલી બધી શકિતનું કારણ શું છે, જાણે છો? એના રથને મારા ઘોડા જોડેલા છે.”
અને તોફાને ચઢેલ કે ઈ મહાસાગર કોઈ મહાયોગીની શામક દૃષ્ટિ પડતાં શાન્ત થઈ જાય તેમ યાદવવીરેને અર્જુન સામેને વિધાનલ એકાએક શાન્ત થઈ ગયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com