________________
૧૪૯
શત્રુ છે. આમ છે તો અમારે સગે, ફઈને દીકરે ભાઈ, પણ દુષ્ટ એવો છે કે એકવાર અમે સૌ પ્રાગજ્યોતિષપુર ગયા હતા, ત્યારે એણે પાછળથી આવીને દ્વારકાને સળગાવવાની ચેષ્ટા કરેલી! વળી એકવાર અમારા રાજવી રૈવતક પર્વત પર વિહાર અર્થે ગયેલા, ત્યાં પણ આ બંધુએ તેમને ખૂબ હેરાન કરેલા, તેમની ઉપર અચિંત્યું આક્રમણ કરી, તેમને બંદી બનાવીને આ ભાઈ સાહેબ ઉઠાવી ગયેલા ! ત્રીજી વાર એણે મારા પિતા તરફથી યોજાઈ રહેલ અશ્વમેધમાં વિદન ઉત્પન્ન થાય એટલા ખાતર ઘેડ પણ ચોરેલો. અને સૌવીર દેશમાં ગયેલી બની ભાર્યાને પણ આ દુષ્ટ એકવાર ઉઠાવી ગયેલો !
આના બધા જ ઉધમાતે હું મારી ફઈબાને કારણે અત્યાર સુધી મૂંગે મેએ બરદાસ્ત કરી રહ્યો છું. પણ આજે એક રીતે તો એક મહત્ સભાગ્યની વાત છે કે તમે બધા અહીં ઉપસ્થિત છો અને તમારી બધાની હાજરીમાં જ એણે પોતાની જાતની અધમતાને પ્રગટ કરી છે. અત્યાર સુધી એનાં બધાં જ દુરાચરણે મારી પીઠ પાછળનાં હતાં, પણ આજે તો એણે તમારી સૌની નજર સામે, છડેચેક મારું અપમાન કર્યું છે, એટલે હવે તો મારે એને દંડ દીધે જ છૂટકે. કારણ કે તે સિવાય એ શાંત પડવાને જ નથી. એનું મૂળ દુઃખ જુદું છે. એ રુકિમણીને પરણવા ચાહતો હતો અને રુકિમણી એને પરણવાને બદલે મને પરણું ત્યારથી એ સળગી રહ્યો છે.”
રાજાઓએ જયારે શ્રીકૃષ્ણનાં આ વચન સાંભળ્યાં, ત્યારે તેમનાથી શિશુપાલને ઠપકે આપ્યા વગર રહેવાયું નહિ.
પણ શિશુપાલને ઉશ્કેરાટ તે એને લીધે ઊલટાને વો.
શ્રીકૃષ્ણની મશ્કરી કરતાં તે તાડૂકો, “તને શરમ નથી આવતી, સ્ત્રીએની વાત કરતાં, આ રાજવીઓની સભામાં? અને તું બરદાસ્ત કરે કે ના કરે, મારું શું બગડવાનું છે? ગુસ્સે થઈને પણ તું મને શું કરી નાખવાનું છે?”
શ્રીકૃષ્ણ માટે હવે બીજો કોઈ રસ્તો જ ન રહ્યો. સુદર્શન ચક્રને તેમણે સંભાયું.
ચક્ર હાજર થયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com