________________
પર
દુર્યોધન જેવા અત્યંત આળા હૃદયના અને સ્વમાની યુવક ઉપર આ બધાની શી અસર થઈ હશે તે સહેજે જ કલ્પી શકાય છે.
પાંડવાની અપરપાર સમૃદ્ધિની ઈર્ષ્યાની આગમાં બળતા અને સભામાં ખમેલ અનેક અપમાનેાથી મનમાં ને મનમાં સળગતા દુર્યોધન આખરે જ્યારે હસ્તિનાપુર જવા નીકળ્યા ત્યારે તે સાવ મૂંગા થઈ ગયા હતા.
"C
રસ્તે શકુનિ તેને વાર વાર પુછે છેઃ શી વાત છે? આમ મૂ'ગે! શા માટે થઇ ગયા છે ? શા માટે આટલા ફિક્કો પડી ગયા છે ? ” પણ દુર્યોધન કશા જ જવાબ નથી આપતા.
ફત, નિસાસા જ નાખ્યા કરે છે, હેાઠ કરડયા કરે છે, કપાળ કુટયા કરે છે!
આખરે મામા શકુનિના અત્યંત આગ્રહથી એ પેાતાનું હૃદય ખાલે છેઃ
“ આખી પૃથ્વી યુધિષ્ઠિરના હાથમાં ચાલી ગઇ છે, તે જોઇને હું દિવસ રાત સળગું છું! પાંડવાના પક્ષકાર કૃષ્ણે શિશુપાલને સંહારી નાખ્યા, ત્યારે ક્રાઇની ચે મગદૂર ચાલી, એક આંગળી યે ઊંચી કરવાની ? વળી આખાયે ભૂ-મંડલના રાજવીએ રાજસૂય યજ્ઞ પ્રસંગે યુધિષ્ઠિરને આંગણે ખંડણીએ લઇ લઈને આવ્યા. રાજાને ત્યાં રાજાએ આવે એવી રીતે નહીં, પણ મહારાજાને ત્યાં વૈશ્યા આવે એવી રીતે ! પાંડવાના આટલા બધા પ્રતાપ જોઈને મને તેા જીવતર અકારું થઇ પડયું છે. હું તેા હવે वह्नि मे प्रवेक्ष्यामि भक्षविष्यामि वा विषम् ।
કાં તો આગમાં બળી મરીશ, અથવા તે! છેવટે ઝેર ખાને આ જીવના અંત આણીશ. કાઈ પણ રીતે, હવે મારાથી જીવી શકાય એમ તા છે જ નહિ !
૪૮. ધૃતરાષ્ટ્રે અનુમતિ આપે છે
ઈર્ષ્યા માણસ પાસે કાઇ ક્રાઈ વાર આત્મધાત પણ કરાવે છે. શનિ એ સારી રીતે સમજતા હતા એટલે દુર્યોધનને તેણે સાંત્વના આપવા માંડી. “ પાંડવાની ઈર્ષ્યા કરવાનું તારું કંઈ જ કારણુ નથી. તેમની પડખે જો દ્રુપદ વગેરે છે, તેા તારી પડખે ભીષ્મ અને દ્રોણુ, ક` અને અશ્વત્થામા
"6
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com