________________
૧૫૬
બીજા શબ્દોમાં કહીએ તે આવનારી આપત્તિએ જાણે મૂઠ મારી હોય એવી દેવ–પરવશ સ્થિતિ એ અનુભવી રહ્યો છે. પોતાના સ્વભાવ પાસે પોતે લાચાર છે, અને એ લાચારીમાંથી ખુવારી જન્મવાની છે એવું જાણતા છતાં એ પિતાની જાતને રોકી શકતો નથી. આનું જ નામ, પ્રતિ ચાનિત મૂતાનિ અને આ જ “FATE ”! યુધિષ્ઠિર આ ઠેકાણે આપણને લગભગ Fatalist જેવો લાગે છે. હજુ આગળ સાંભળો, એના શબ્દોઃ
“હું શકુનિ સાથે ઘૂત રમવા ઈચ્છતો નથી; પણ જય મેળવવાની ઈરછાએ એ મને ભર સભામાં આમંત્રણ કે આહવાન આપશે, તે હું એને અસ્વીકાર નહિ કરું ! (નહિ કરી શકું, એમ જ ને?) કારણ કે મારી સામે ફેકાયેલા પ્રત્યેક પડકારને મારે ઝીલ જ, એવો મારો નિયમ છે !” પ્રારબ્ધવાદ, નિર્ભયતા, અહંભાવ, જુગારીવૃત્તિ, જગતની આંખો સામે બહાદુર અને ટેકીલો દેખાવાની તાલાવેલી –અનેક વૃત્તિઓનું કેઈ અજબ મિશ્રણ છે, એનું મન !
અહીં એક વાત નોંધપાત્ર છે કે પિતાના ચાર ભાઈઓ અને દ્રૌપદી, એ પાંચમાંથી એકકેયની સલાહ યુધિષ્ઠિર આ કટોકટીના પ્રસંગે પૂછતો નથી કે નથી તેમનામાંથી કઈ એવી સલાહ, વગર માગ્યે, આપતું.
કદાચ એમ પણ હોય કે ભાવિની ભયંકરતાને અત્યારથી જ પામી ચૂકેલે યુધિષ્ઠિર હદયની કેઈ અગમ્ય ઉદારતાને કારણે તેના માટેની બધી જ જવાબદારી, તેના માટે બધા ય અપયશ, પોતાના એકલાના જ શિર પર રાખવા માગે છે.
પછી ઇન્દ્રપ્રસ્થમાંથી વિદાય થઈને પાંડ તેમજ દ્રૌપદી હસ્તિનાપુર પહોંચે છે તેનું વિગતવાર વર્ણન વ્યાસજીના જ શબ્દોમાં વાંચવા જેવું છેઃ
બીજે દિવસે યુધિષ્ઠિરે દ્રૌપદીને આગળ રાખીને પિતાનાં સ્વજને, સેવકે અને સ્ત્રીવર્ગ સાથે પ્રયાણ આદર્યું. પૃથાનંદન યુધિષ્ઠિર પૂરે પોશાક પહેરી બાહિલને આપેલા રથમાં વિરાજ્યા અને બ્રાહ્મણોને આગળ રાખીને હસ્તિનાપુર ગયા. હસ્તિનાપુરમાં પહોંચીને તે ધર્માત્મા યુધિષ્ઠિર ધૃતરાષ્ટ્રના ભવનમાં ગયા અને તેમને મળ્યા. પછી ભીષ્મ, દ્રોણ, કર્ણ, કૃપાચાર્ય અને દ્રોણુપુત્ર અશ્વત્થામાને યથાવિધિ મળ્યા. પછી સોમદત્ત, દુર્યોધન અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com