________________
૧૫૫
૪૯, વિદુર
માનવીનું મન એ જગતની સૌથી વધુ જટિલ સમસ્યા છે. સાહિત્ય અને ઇતિહાસ એ જટિલતાઓનું પ્રતિબિંબ ઝીલે છે, એને ઉકેલ નથી. આપી શકતા.
પિતે જેને અધર્મયુક્ત અને હાનિકારક માને છે, તે જુગાર રમવા આવવાનું આમંત્રણ યુધિષ્ઠિરને આપવા વિદુર પોતે જ જાય છે. એનો ખુલાસો મહાભારતકાર અર્થચ પુરુષો રાસઃ એવા શબ્દો ખુદ એમની જ પાસે બોલાવીને કરે છે; પણ એ શબ્દોથી પણ વાચકના મનનું સે યે સે ટકા સમાધાન તો નથી જ થતું. વિદુર ફક્ત રેટીના ટુકડા માટે પોતાની જાતને આટલી નીચી ઉતારે છે એમ માનવું એ, વિદુરનું સમગ્ર વ્યકિતત્વ જોતાં, મુશ્કેલ લાગે છે. કંઈક બીજું પણ કારણ હશે, એમને.
એ બીજું કારણ એ લાગે છે કે ધૃતરાષ્ટ્ર ગમે તેવો પણ વિદુરને માટે ભાઈ છે, અને દુર્યોધનાદિ ગમે તેવા ખરાબ પણ એના ભત્રીજાએ છે, જેઓ એમને ખેળો ખુંદી ખુંદીને મેટા થયા છે. સ્નેહને તંતુ પણ કઈ ચીજ છે ને !
વળી એમ પણ હોય-વિદુરને ઊંડે ઊંડે એવી પણ આશા છે કે પોતે જે અધર્મકાર્ય લઇને ઈન્દ્રપ્રસ્થ જઈ રહ્યા છે, તેને યુધિષ્ઠિર જાતે જ ફળીભૂત નહિ થવા દે!
ઇન્દ્રપ્રસ્થ પહોંચ્યા પછી દૂતની વાત નીકળતાં વેંત યુધિષ્ઠિર ખુદ વિદુરની જ સલાહ માગે છે અને વિદુર સંપૂર્ણ મુક્ત મને ડૂતની વિરુદ્ધ સલાહ આપે છે. પણ યુધિષ્ઠરના મનમાં પણ જાણે કેઈ અગમ્ય આત્મઘાતક વૃત્તિઓ કામ કરી રહી છે. જુગાર અનિષ્ટ છે, એમ તે માને છે; અને એવી જ વિદુરની સલાહ છે; આટલું જ નહિ, પણ જેમની સાથે જુગાર ૨મવાનું છે તે શકુનિ ધૂર્ત અને કપટી છે એ પણ તે જાણે છે. અને છતાં તે શું બોલે છે, સાંભળોઃ
“આખું જગત,” તે કહે છે, “વિધાતાની યોજના વડે દૈવને આધીન છે, સ્વત્રંત નથી. ધૃતરાષ્ટ્રની આજ્ઞા થઈ છે, તે તેનું પાલન મારે કરવું જ જોઈએ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com