________________
૧૫૪
ગમે તેમ પણ યુધિષ્ઠિરને આપણે જે ઘતનું આહવાન આપીએ તો તે તેનો સ્વીકાર કરે એ ચોક્કસ. અને એકવાર એ જુગાર રમવા બેઠા, મારી સામે, પછી એ બાવો થઈને જ ઉઠવાને, એ પણ એટલું જ ચેકસ.”
“પણ તો પછી વાટ કોની જુવો છો?” “તારા પિતા સંમતિ આપે તેની !”
એટલે બન્ને દેડયા, ધૃતરાષ્ટ્ર પાસે. ધૃતરાષ્ટ્ર પહેલાં તો ખૂબ અણગમો દાખવ્યો. જુગટુ રમનાર ને રમાડનાર કેઇનું કદી કલ્યાણ થયું નથી, એવાં બોધવચન ઉચ્ચાર્યા. સૌજન્યની મૂર્તિ સમો વિદુર આ વ્રતની વાતને કદી પણ મંજૂર નહિ રાખે, અને વિદુરને પૂછ્યા વગર પોતે એક ડગલું પણ ભરવાને નથી એવી ધમકી પણ આપી; પણ દુર્યોધનની આત્મઘાતની ડરામણું અને શકુનિના આગ્રહ પાસે અંતે એ મજબૂર બન્યો, અને તેણે સ મતિ આપી.
ખરી વાત એ છે કે ધૃતરાષ્ટ્ર બહારથી ભલે દૂતને વિરોધ કર્યો હોય, અંદરખાનેથી તો તે પુત્રથી યે સવાયો પાંડવણી હતી. લોકલાજને કારણે ઘણી યે વાર મનની મલિનતાને એ મનમાં જ ઢાંકી રાખતા, પણ સહેજ પણ તક મળે, એ મલિનતા આડેને દાટો ખુલી જતો અને અંદરની દુર્ગધ બહાર ફેલાઈ જતી.
વિદુરને આ વાતની ખબર પડી ત્યારે તેને ઘણું જ દુઃખ થયું. ધૃતરાષ્ટ્રને તેણે ઘણું સમજાવ્યો. દુર્યોધન નાનપણથી જ પાંડે પ્રત્યે વર રાખે છે. તેની એ વરવૃત્તિને રોકવાને બદલે તમે તે ઉલટાની તેને વધુ સતેજ બનાવે છે–એવાં મેણાં પણ ખૂબ માર્યા ! અને આમાંથી એક દિવસ એક એ અગ્નિ પ્રગટવાને છે, જેની જવાલાઓમાં સંતનુનું આખું ફળ બળીને ખાખ થઈ જશે એવી ધમકી પણ આપી.
પણ વિદુરની નબળાઈ ધૃતરાષ્ટ્ર જાણતો હતો. તે હજાર મેણાં મારે, પણ કાર્યને વખત આવશે ત્યારે પોતે કહેશે એમ જ કરશે એવી ધૃતરાષ્ટ્રને ખાતરી હતી.
આવી સ્થિતિમાં વિદુરની સલાહની અસર ધૃતરાષ્ટ્ર પર કેટલી થાય!
અને કરુણતાની અવધિ તો ત્યાં આવી, જ્યાં જુગટું કાઇ કાળે ન રમાવું જોઈએ એવી સલાહ આપનાર આ સજજન જાતે જ, ધૃતરાષ્ટ્રના આદેશથી, પાંડવોને દૂતનું આમંત્રણ કે આહવાન આપવા ઇન્દ્રપ્રસ્થ ગયા !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com