________________
૧૫૩
અને હું કયાં નથી? અને યુધિષ્ઠિરને જે એના ચાર ભાઈઓને પૂરેપૂરે. સાથ છે, તે તને કયાં તારા નવાણું ભાઈઓને સંપૂર્ણ સાથ નથી ?”
પણ એમ શબ્દથી દુર્યોધનના બળતા હદયને શાંતિ થાય એમ નહતું
દુર્યોધનની ઈર્ષ્યાનું મૂળ ઊંડું હતું. પાંડવોના કરતાં વધારે પૈસા અને પ્રતિષ્ઠા મળે તો પણ તેનું દુઃખ ટળવાનું નહોતું. તેને તે પાંડવો જીવતા હોય તે જ ગમતું નહોતું. એને સ્વભાવની વિકૃતિ જ એવી હતી. પાંડવોનું અસ્તિત્વ જ તેને માટે મહાન દુઃખરૂપ હતું.
પાંડવોને અને કૃષ્ણને ખુલ્લા યુદ્ધમાં તો આપણે પહોંચી શકીએ એમ નથી,” પોતાના મનમાં રચાઈ ગયેલી પાંડવનાશની એક અધમ યોજનાનું અ-મંગલાચરણ કરતાં શકુનિએ આગળ ચલાવ્યું. “પણ એક બીજો રસ્તો છે, પાંડવોને પૃથ્વી પરથી ઉખેડી નાખવાને.”
તો બોલતા કેમ નથી?” “એ બીકે, કે તારા પિતા, કદાચ, એ રસ્તાને માન્ય નહિ રાખે.”
પણ કહો તો ખરા.” “ઘૂત!” શકુનિએ નામ પાડયું
એટલે?” “એટલે જુગાર. હું પાસાની રમતમાં કુશળ છું; અને એટલે હું કુશળ છું તેટલો જ યુધિષ્ઠિર તેમાં અ-કુશળ છે, અને યુધિષ્ઠિરને તે વાતનું પૂરેપૂરું ભાન પણ છે.” “પણ તે પછી યુધિષ્ઠિર રમવા તૈયાર કેમ થાય?”
થાય. તેની એક નબળાઈ છે.” “કઈ ?”
કાઈ પડકાર ફેંકે તો તેને ઝીલી લીધા વગર તેનાથી રહેવાય જ નહિ. પડકાર ન ઝીલીએ, તો કાયર ગણાઈએ તેવી તેની માન્યતા છે.”
વિચિત્ર!” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com