________________
૧૪૭
दान दाक्ष्यं श्रुतं शौर्य ही कीर्ति बुद्धिरुत्तमा । संनतिः श्री धृतिस्तुष्टिः पुष्टि च निचताऽच्युते॥
(દાન દાસ્ય, વિદ્યા, શૌર્ય, હી (અશુભ-વિમુખતા), કીર્તિ, ઉત્તમ પ્રકારની બુદ્ધિ, વિનય, શ્રી, ધૃતિ, વૃષ્ટિ, પુષ્ટિ- શું નથી કૃણમાં ? )
“એવા આ શ્રીકૃષ્ણને અમે આ સભામાં પહેલું સ્થાન અને પહેલું સન્માન આપ્યું એ ખોટું કર્યું, એમ જે શિશુપાલ, તું માનતા હો, તો ભલે માન ! તારાથી થાય તે કરી લે !”
ભીષ્મ આમ પડકાર ફેંકીને બેસી ગયા કે તરત જ સહદેવ ઊભો થયેતેમનું અનુમોદન કરવા. શ્રીકૃષ્ણની પૂજા સહદેવે કરી હતી, એટલે શિશુપાલને જવાબ આપવાની તેની ફરજ પણ હતી. એણે ઊભા થઈને પોતાને પગ બતાવતાં કહ્યું કે “જુઓ, આ સૌ રાજાઓની વચ્ચે જ શિશપાલને હું આ બતાવું છું, અને હવે જોઉં છું કે એ શું કરી નાખે છે!”
સભામાં સર્વત્ર સન્નાટો છવાઈ રહ્યો.
ચોમેરથી પુષ્પવૃષ્ટિ થઈ. “ધન્ય ધન્ય !” એવાં અભિનન્દનનાં વચન પણ બોલાઈ રહ્યાં.
પણ શિશુપાલ કે આટલાથી ડરી જાય એવો ન હતો. તેણે પોતાના પક્ષના રાજાઓને શ્રીકૃષ્ણ અને પાંડવોની વિરુદ્ધ સારી રીતે ઉશ્કેર્યા અને રાજસૂય સમારંભમાં પાંડવપક્ષી અને પાંડવણી અથવા કહે કે શ્રીકૃષ્ણ-વિરોધી રાજાઓ વચ્ચે ‘સિવિલ વર–આંતરવિગ્રહ ઊભો. થવાની બધી જ એંધાણીઓ ઉપસ્થિત થઇ.
આ સંક્ષોભ જોઈને યુધિષ્ઠિરે ભીષ્મ સામે નજર કરી. તેમની તો એક જ ઇચ્છા હતીઃ ધર્મનું અનુસરણ થવું જોઈએ. યોજેલો યજ્ઞ નિવિદને પર થ જોઈએ.
ભીમે અત્યંત સમભાવપૂર્વક કહ્યું, “ડરીશ નહિ બેટા ! શું કૂતરાની મગદૂર છે કે સિંહને મારે ? શ્રીકૃષ્ણ સિંહ છે, એ જ્યાં સુધી શાન્તિથી બેઠા છે, ત્યાં સુધી ભલે આ શિશુપાલ-પક્ષી રાજાઓ ભસ્યા કરે !” - હવે તે શિશુપાલ ઊલટાનો વધુ ઈ છેડાયો ! તાર સ્વરે તેણે ગર્જના કરી :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com