________________
૧૪૮
“અરે, કુલ–કલંક ડેાસલા ! આવી આવી ધમકીઓ આપીને ડરાવે છે કાને ? તારા જેવા આંધળા અગ્રણીને કારણે જ એક દિવસ આ કુરુ-કુળનુ સત્યાનાશ નીકળવાનું છે! કૃષ્ણની ખુશામત કરતાં. તારી જીભના ટુકડા ક્રમ નથી થઇ જતા ? આવા જ્ઞાની થઇને એક જંગલી ગેાવાળની ખુશામત કરતાં શરમ નથી આવતી ? તું જેને વીર કહે છે, તે કૃષ્ણે આખરે કાને માર્યા છે ? એકાદ નાગને, એકાદ વાછરડાને, એકાદ સાંઢને, એકાદ ઘેાડાને! કાઇ યુ-વિશારદ વીરનેા ભેટા તેને હજુ થયેા નથી ! વળી તું એના (કૃષ્ણના) પરાક્રમની ભાટાઈ કરે છે તે પરાક્રમ કયાં કયાં ? એક ગાડાને ઊંધું વાળ્યું!
“એક ઢેફાં જેવા પર્યંતને ઉપાડયેા, જેનું અન્ન ખાધું એને-મામાને માર્યા, એક બાઈને–સ્રીને-પૂતનાને મારી. એવા ગાઘ્ન, સ્ત્રીઘ્ન અને સ્વજનશ્ત પાપીને આટલું બધું માન આપતાં તને લાજ પણ નથી
થતી, ભીષ્મ ?
“પણ એમાં તારા પણ વાંક નથી ! તું પાતે જ એવા છે કે જે એક કન્યાને ઉપાડી લાવ્યેા, સ્વયંવરમાંથી, અને પછી એને પરણ્યા વગર જ હાંકી કાઢી! હું તેા કહું છું ભીષ્મ, તારા આ બ્રહ્મચર્યમાં પણ ધૂળ પડી ! અથવા તે। એમ પણ કાં ન હેાય, કે તને કાઇ બાયડી મળતી જ નહેાતી એટલે....... ન મળે નારી તેા સહેજે બાવા બ્રહ્મચારી, એવું તેં કર્યું...!”
૪૬. શ્રીકૃષ્ણને આખરે સુદર્શન સંભારવુ' પડે છે
શિશુપાલના મુખ્ય વાંધે, તેના પેાતાના
tr
શબ્દોમાં, એ હતા કે કૃષ્ણ જેવા ‘અ-રાજા’નુ પ્રથમ પૂજન થયું. કૃષ્ણને એણે પડકાર્યા भराजात्वम् અતિઃ । તું કે જે રાજા નથી તેની રા લેાકેાએ પૂજા કરી, એ તેમની એવકૂફી !” અને તે વગર અધિકારે એ પૂજા સ્વીકારી, તે તારી લુચ્ચાઈ ! આજે તને સજા કર્યા સિવાય હું જપવાનેા નથી !”
,, (6
શિશુપાલનાં આવાં વચનેા સાંભળીને શ્રીકૃષ્ણે ઊભા થયા. તે સંપૂર્ણ. શાન્ત હતા. અત્યંત કામળ સ્વરે તેમણે ત્યાં આગળ એકઠા મળેલા બધા રાજાઓને સમેાધીને કહ્યું, “શિશુપાલ આરંભથી જ અમારા સૌને અ-કારણુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com