________________
૧૪૬
જોઈ લીધા બધાને! સત્યદા મનાતા યુધિષ્ઠિરને, ડહાપણના ભંડાર મનાતા ભીષ્મને અને આ વસુદેવના પુત્રને પણ !”
આવું ઉગ્ર, કઠોર, અયોગ્ય, અન્યાયી, ભાષણ કરીને એ સમારંભમાંથી ઊઠીને ચાલતે થયો. એના પક્ષના અનેક ક્ષત્રિયોએ પણ એનું અનુકરણ કર્યું. (વૈક–આઉટ”ની પ્રથા પણ નવી નથી. મહાભારત જેટલી જૂની તે ઓછામાં ઓછી એ છે જ!)
પોતાને આંગણે યોજાયેલા રાજસૂય યજ્ઞ–સમારંભમાં, આમ, એક મહાવિઘ ઊભું થઈ રહ્યું એ જોઈને કૈક વ્યગ્ર બનેલ યુધિષ્ઠિર, શિશુપાલ અને એના અનુયાયીઓને સમજાવવા માટે તેમની પાછળ દોડ્યા.
અરે ભાઈ.” શિશુપાલને તે વિનવવા લાગ્યા, “આમ જોતો નથી, તારા કરતાં ઘણું જ મોટા રાજવીઓ અને ક્ષત્રિયો પણ સભામાં બેઠા છે. ભીમે જે કૅ નિર્ણય કર્યો છે તે સમજી વિચારીને જ કર્યો છે એમ તેઓ પણ માને છે અને તું નકામે આવી કઠોર ભાષા વાપરી રહ્યો છે! ખરી વાત એ છે શિશુપાલ, કે કૃષ્ણને જેટલા તું નથી ઓળખતા, એટલા ભીમ ઓળખે છે!”
યુધિષ્ઠિરને આવી રીતે શિશુપાલ પાસે કરગરીને વાતો કરતે જોઈને ભીષ્મને ક્રોધ ચઢયે. તે કહેવા લાગ્યાઃ “એને સમજાવવાની કશી જ જરૂર નથી, યુધિષ્ઠિર ! જે માણસ લોકવૃદ્ધ (લોકનાયક) એવા શ્રીકૃષ્ણને જાતે જોવા છતાં સમજી શકતો નથી, તેને સમજાવવાને શો અર્થ? બીજું બધું મૂકીને આપણે ક્ષત્રિયના રિવાજની જ વાત કરે ને! તો ક્ષત્રિયોમાં શ્રેષ્ઠ કેણ ગણાય ? જે જીતે તે જ તે ! આમ જે, શિશુપાલ. આ આખી સભામાં એક પણ ક્ષત્રિય રાજ એવો છે કે જેણે શ્રીકૃષ્ણ સામે માથું ઊંચકર્યું હોય, અને જે પરાજિત થયો ન હોય ? બીજી દૃષ્ટિએ જોઈએ તો વૃદ્ધોમાં એ સૌથી મોટે જ્ઞાનવૃદ્ધ છે; કર્મગીઓમાં શ્રેષ્ઠ કર્મયોગી છે. ખરું પૂછ તો...........
वेद-वेदांग-विज्ञानं बलं चाप्यधिकं तथा। नृणाम् लोके हि कोऽन्योऽस्ति विशिष्ट : केशवादृते॥
(વેદ-વેદાંગનું જ્ઞાન અને સૌથી અધિક બલ–અરે કેશવથી વધારે આ બે જેનામાં હૈય, એ કઈ બતાવ તે ખરો?)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com