________________
૧૪૫
યાદ નથી રહેતું, (ઘડપણને કારણે !) અને વળી એ પુત્ર પણ કેને છે? નદીનો ! ગંગાને ! (એટલે કે આપણી પેઠે સંપૂર્ણ ક્ષત્રિયપુત્ર ઓછો છે !) વધારામાં હવે એને આંખે પણ ઝાંખપ આવવા લાગી છે. અરેરે ભીષ્મ, સમાજનાં શિષ્ટ ધોરણોને અવગણીને અને મનસ્વીપણે વતીને તું કેટલે બધો નિન્દાપાત્ર થઈ રહ્યો છે તેનું તને જરા ય ભાન છે ? આ કૃણ, નથી રાજા, નથી વયોવૃદ્ધ-મુરબ્બી, નથી વિદ્વાન, નથી ઋષિ, નથી વીર !
“આવા સમારંભમાં પહેલું માન વૃદ્ધ માં વૃદ્ધ પુરુષને આપવું જોઈએ એમ જે તું માનતા હે, તે તું જાતે જ કયાં નથીદુપદ કયાં નથી ? અને ખુદ કૃષ્ણને બાપ વસુદેવ પણ કયાં નથી ? આચાર્યોમાં દ્રોણ છે. ઋષિઓમાં વ્યાસ છે. વીરમાં અશ્વત્થામા છે. વળી દુર્યોધન છે, કૃપાચાર્ય છે, ભીષ્મક છે, એકલવ્ય છે, શલ્ય છે, કર્ણ છે ! એ બધાને મૂકીને, એમની સોની ઉપેક્ષા કરીને, આ કૃષ્ણને તે પહેલા માનને અધિકારી ગ, એ ખરેખર અસહ્ય છે. અમે યુધિષ્ઠિરને વશ થઈ ગયા છીએ અને ખંડણી આપીએ છીએ, એ કંઈ આ કૃણથી ડરીને નથી આપતા ! ડરતા તે અમે આ યુધિષ્ઠિરથી પણ નથી. અમે તે એમ માનીએ છીએ કે યુધિષ્ઠિર સારો રાજા છે, ધર્મને અનુસરે છે, તો ચાલે, ભલે રહ્યો અમારા સૌને એ માવડી. પણ લાગે છે કે અમારી આ ભલમનસાઈને અવળો અર્થ કરવામાં આવ્યો છે. અમારી લાગણીઓની જાણી જોઈને દુભવણું કરવામાં આવી છે. કોઈ પણ જાતની યોગ્યતા વિનાના શ્રીકૃષ્ણને અગ્રપૂજ સમપીને તમે, તમારે આંગણે નોતરેલા સર્વે રાજાઓનું અપમાન કર્યું છે, પાંડવો ! હે યુધિષ્ઠિર, જગત તને ધર્માત્મા તરીકે ઓળખે છે, એમાં મને તો લાગે છે કે જગત પણ છેતરાયું છે. કારણ કે તું જે ખરેખર ધર્માત્મા છે, તો કૃષ્ણ જેવા ધર્મભ્રષ્ટને તારે આંગણે અતિથિવિશેષ થવા જ કેમ દે! પણ સંભવ છે કે યુધિષ્ઠિર બિચારે આ કૃષ્ણના માની લીધેલા પ્રતાપથી અંજાઈ ગયો છે! પણ હું તને જ પૂછું છું, કૃષ્ણ, તું જ કહે ને, તું કઈ જાતને માનને યોગ્ય છે? અરે, કૂતરો જેમ યજ્ઞમાં હોમવા માટેનું ઘી ચાટી જાય, એવું જ તારા હાથે થયું છે, આ પહેલી પૂજાને સ્વીકાર કરવામાં ! મને તો લાગે છે કે આ યુધિષ્ઠિર અને તેનાં સગાંવહાલાં આવું અયોગ્ય માન તને આપીને તારી હાંસી ઉડાવી રહ્યા છે! નપુંસકને પરણાવવો, અબ્ધને સૌન્દર્યનું દર્શન કરાવવું, અને તારા જેવા અપાત્રની આવડી મોટી પૂજા કરવી, એ બધું સરખું જ છે એમ તને નથી લાગતું ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com