________________
૧૩૦
સત્ર કર્યો, ત્યારે પણ આ તક્ષકને ઈ આશ્રય આપ્યો હતો અને બ્રાહ્મસેને જ્યારે એ વાતની ખબર પડી ત્યારે તેમણે ઈન્કાય સ્વાહા” “તક્ષકાય સ્વાહ એવા મંત્રો ભણીને તક્ષકને ઇન્દ્રના ઈન્દ્રાસન સેતો ઠેઠ યજ્ઞ જવાળાઓ સુધી નીચે ઘસડયો હતો, એ કથા પુરાણોમાં પ્રસિદ્ધ છે.
અને એટલે જ તો ઇન્દ્ર, દેવતાઓને સાથે લઈને “તક્ષક”ના નિવાસસ્થાન જેવા ખાંડવવનને બળતું અટકાવવા માટે શ્રીકૃષ્ણ અને અર્જુનની સામે લડયો હતો. હકીકતમાં જે યુદ્ધ થયું હતું તેમાં એક બાજુ અગ્નિ, અર્જુન અને શ્રીકૃષ્ણ હતા, જ્યારે સામી બાજુએ તક્ષકને પુરસ્કર્તા ઇન્દ્ર અને તેના દેવો અને મયના નાતીલા દાન અને તક્ષકના નામે હતા. એટલે કે આર્યો અને બાકીનાઓ વચ્ચે આ છેલ્લું યુદ્ધ હતું–ઉત્તર ભારત પૂરતું.
જે હે તે, પણ એમાં ઈન્દ્ર આર્યોને દેવ આર્યોની સામે શા માટે લડયો હતા ? શા માટે એને અને તક્ષકને મૈત્રી હતી ? આ બધા સવાલો ખૂબ વિચારણું માગી લે તેવા છે.
પણ એક વાત ચોકકસ કે આર્યોના સૌથી મોટા દેવ તરીકે ઇન્દ્રની જે પ્રતિષ્ઠા હતી, તે આ બનાવ પછી ખૂબ ઓછી થઈ ગઈ. તેનું સ્થાન તે પછી અગ્નિએ અને શ્રીકૃષ્ણ લીધું.
પણ હવે આપણે મયદાનવ પાસે આવીએ.
મયમાં કૃતજ્ઞતાની વૃત્તિ જબરી હતી. એટલે ખાંડવદાહનું કાર્ય પરિપૂર્ણ કર્યા પછી અર્જુન અને શ્રીકૃષ્ણ તેને લઈને ઇન્દ્રપ્રસ્થ આવ્યા, ત્યારે તેણે અજુનને વિનંતી કરી કે “આ કૃષ્ણ અને પેલે અગ્નિ બને મારો નાશ ઈચ્છતા હતા, છતાં તમે મારું જીવન બચાવ્યું, માટે મારે તમારા એ ઉપકારનું ઋણ કઈને કઈ રીતે ફેડવાની કોશિશ કરવી જોઈએ.
તમે કહે, હું તમારા માટે શું કરું ?”
મયની આ વિનંતિ જેવી ખાનદાન છે, તેવો જ અર્જુનને જવાબ પણ ખાનદાન છે. ગૃહસ્થાઈમાં મયથી ઊતરે તે એ અર્જુન શાને ?
અને જવાબ આપે છેઃ “તું અમારા પર પ્રીતિ રાખ એટલું જ બસ છે. અમને તારા પર પ્રતિ છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com