________________
૧૩૮
તૈયારીએ કાર્ય હાથમાં ધરવા કરતાં, તૈયારી પૂરેપૂરી થઇ રહે ત્યાં સુધી એને મેાકૂફ રાખવું એ જ બહેતર છે.
વાત
શ્રીકૃષ્ણે દ્વારકામાંથી ઇન્દ્રપ્રસ્થ આવીને સૌથી પહેલાં તે આ સમજાવી. “રાજસૂયયન કરવાની જરૂર અવશ્ય છે.” તેમણે કહ્યું, અને એ યજ્ઞ તમે કરો, તમારે હાથે થાય એ જ ઇષ્ટ છે. એ યજ્ઞને પુરા કરવા જેટલી કિત તમે જમાવી શકશા એ પણ હું જોઉં છું. ફકત એમાં રહેલાં જોખમે તમે સમજી લે એવી મારી ઈચ્છા છે. ’'
આટલી પ્રસ્તાવના કરીને તેમણે પાંડવાને મગધના જરાસંધની વાત કહી, કારણ કે આજે કે નજિકના ભવિષ્યમાં કાઈ પણ રાજા રાજસૂય યજ્ઞ આદરે, તે તેમાં સૌથી મેટું વિઘ્ન આ જરાસધ જ હતા.
આ જરાસંધની ઈચ્છા આખી યે પૃથ્વીને પેાતાના એકના કુલમુખત્યાર શાસન તળે લાવવાની હતી. એ હેતુથી તેણે પેાતાની પાસે અતુલિત સૈન્યસામગ્રી એકઠી કરી હતી. તેણે અત્યાર સુધીમાં નવાણુ રાજાઓને પરાજિત કર્યા હતા, અને એ નવાણું યે નવાણું રાજાએનાં રાજ્યાને તેણે પેાતાના રાજ્યમાં ભેળવી દીધા હતા. આ રીતે એક માટુ' એકહથ્થુ તંત્ર, એક જબરું આપખુદ સામ્રાજ્ય તેણે જમાવ્યું હતું. હવે તે કેાઈ સેામા રાજાને શેાધી, તેની સાથે યુદ્ધ છેડી, તેને હરાવી, તેનું રાજ્ય ખાલસા કરી, તેને પેલા નવાણું રાજાની સાથે કેદમાં પૂરવાની તજવીજમાં હતા.
આ પાછળ તેની એક ખીજી તેમ પણ હતી. તે એક રાજમેધ અથવા નરમેધ યજ્ઞ' કરવા માગતા હતા. સે રાજાએનાં મસ્તાને તે બલિદાન રૂપે યજ્ઞમાં હેામવા માગતા હતેા. આમ થાય તે। આખા યે ભારતમાં તેની ધાક એટલી બધી પ્રેસી જાય, કે પછી કાઈ પણ તેની સામે માથું ઊંચકવાની હિંમત ન કરી શકે એવી તેની ગણતરી હતી. અને એ ગણતરીમાં સાવ વજૂદ નહેતું એમ પણ નહેાતું. કારણ કે, સેા-સેા રાજવીઓને જેણે એકધારી સફળતાથી હરાવ્યા, અને કેદમાં પૂર્યો, અને છેવટે યજ્ઞમાં પશુની પેઠે વધેર્યા, એનામાં જરૂર કાઇ અતિમાનુષી શકિત રહેલી છે એમ લેાકાને લાગે અને એકવાર એવી લાગણી ઊભી થવા પામી, પછી તેને વિરોધ કરવાનું
અશકય જ બની જાય.
“એટલે રાજસૂય યજ્ઞ શરૂ કરતાં પહેલાં પહેલુ કામ આ જરાસંધના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com