________________
૧૩૭
પંથે પડતો. અને તેને ધર્મ કે સિદ્ધાંત જેવું ઝાઝું ન હોવાને કારણે થોડીક વાર તે તે ખૂબ સફળ થતે દેખાતો. આપણા જમાનામાં જે “ફાસીસ્ટ” કે લશ્કરી તંત્રે આપણે જોઈએ છીએ, તેના જેવાં જ આ રાજતંત્ર થઈ પડતાં, જ્યાં રાજા એ ઈશ્વરની પેઠે જ પૂજાતે.
પાંડવોના જમાનામાં મગધના જરાસંધે આવું આસુરી સાર્વભૌમ તંત્ર ઊભું કરવાનું શરૂ કર્યું હતું. એક એક કરીને અનેક નાના નાના રાજાને તેણે પરાજિત કરીને કેદમાં પૂર્યા હતા.
નારદ યુધિષ્ઠિરને આવા સરમુખત્યારશાહી તંત્રોની સામે એક ધર્મ. પરાયણ સાર્વભૌમ તંત્ર ઊભું કરવાની સલાહ આપીને, એ વખતની ભાષામાં રાજસૂય યજ્ઞ કરવાની સલાહ આપીને વિદાય થાય છે. જતાં જતાં કહી જાય છે કે એટલું જ એ કરશે તે જ પોતાના પિતા પાંડનું સાચું તપણ તેમાં કર્યું છે એમ લેખાશે.
હવે રાજસૂય યજ્ઞ કરીને ચક્રવતી બનવાની અભિલાષા તે ગમે તેવી હતી. નકુલ અને સહદેવ અને ભીમ જેવા આજ્ઞાધારક વીર હોય, દ્રપદ જેવા સસરા હોય અને હજુ હમણાં જ ખાંડવવનમાં ઈન્દ્રની સરદારી નીચે આવેલ સમસ્ત દેવોને પરાજય કરનાર અર્જુન અને કૃષ્ણ જેવા અજોડ પરાક્રમીઓ સાથમાં હોય ત્યાં એ સાહસ દુઃસાહસ જેવું પણ ન લેખાય.
અને છતાં કૃષ્ણને પૂછ્યા વગર તો યુધિષ્ઠિર પાણી પણ પીએ એમ નહોતા. ફકત યુધિષ્ઠિર જ નહીં, અર્જુન અને બીજા ત્રણ ભાઈઓ પણ; સાથે સાથે દ્રૌપદી પણ!
એટલે રાજસૂય યજ્ઞની બાબત સલાહ લેવાના ઈરાદાથી શ્રીકૃષ્ણને બોલાવી લાવવા માટે પાંડ તરફથી એક ખાસ સંદેશવાહક દ્વારકા મોકલવામાં આવ્યો.
કર. શ્રીકૃષ્ણની દૂર દેશી
, કોઈ પણ કાર્ય શરૂ કરતાં પહેલાં એમાં રહેલ જોખમને પૂરેપૂરો વિચાર કરી લેવો જોઈએ. વગર વિચાર્યું આદરીને પછી ત્રેવડ અથવા ધીરજને અભાવે અધૂરું મૂકવું, એ તે ભવિષ્યમાં એ કાર્યને હાથમાં લેતાં બીજાઓ પણ થરથરે એવી પરિસ્થિતિ સર્જવા જેવું છે, અને એ દષ્ટિએ, અધૂરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com