________________
૧૪૦
તમારા કડક ચહેરા, તમારી સુદીર્ધ ભુજાઓ, તમારી પહોળી છાતીએ-એ બધું જ કહી આપે છે કે તમે બીજું કૈ હો કે ન હો, પણ બ્રાહ્મણે તે નથી જ, બોલે, કોણ છે તમે?”
અને તરત જ શ્રીકૃષ્ણે કહ્યું: “તારું અનુમાન સાચું છે, જરાસંધ ! અમે બ્રાહ્મણે નથી, ક્ષત્રિયા છીએ અને તારી પાસેથી તારાં કાળાં કરતુકેને હિસાબ લેવા આવ્યા છીએ.”
ક્યા અધિકારે?” “ક્ષત્રિયત્વના અધિકારે. પ્રજાને, દેશને, વિપત્તિમાંથી ઉગારે તે ક્ષત્રિય, એવી ક્ષત્રિયની વ્યાખ્યા છે તે તું ભૂલી તો નહિ જ ગયે હે.”
મારાં કયાં કરતુકને તમે કાળાં સમજો છો, ભાઈઓ?”
તું ધર્મને લેપ કરીને તેને સ્થાને હિંસક શકિતની પ્રતિષ્ઠા કરવા માગે છે તે.”
જગત બળિયાઓ માટે જ છે, ભાઈઓ,” જરાસંધે હસતાં હસતાં તેમને જાણે કઈ નવું સત્ય શીખવી રહ્યો હોય એવી છટાથી બોલવા માંડ્યું, “નબળાંને માટે અહીં કેઇ સ્થાન નથી, સિવાય એક ! અને તે એ કે તેમણે સ્વેચ્છાએ બળિયાઓની સેવામાં લાગી જવુ.”
પણ કેણ બળિયા અને કેણ નિર્બળ તેને નિર્ણય કોણ કરે?” ભીમસેને પૂછ્યું.
“કરે..આ મારા બાહુઓ !”
અને પછી શ્રીકૃષ્ણની સૂચનાથી જરાસંધે ભીમ સાથે કુસ્તીમાં ઊતરવાનું સ્વીકાર્યું.
શ્રીકૃષ્ણની ઇચ્છા એક જ હતી. જરાસંધ જે ઘેરણ સ્વીકારતો હતો, તે જ ધોરણે તેને નાલાયક ઠરાવવાનો.
અને ભીમ અને જરાસંધનું પુરાણ-પ્રસિદ્ધ યુદ્ધ શરૂ થયું. અને જરાસંધને નાશ થયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com