________________
૧૩૯
ફેંસલે કરવાનું છે. ” શ્રીકૃષ્ણે કહ્યું, “ખુલ્લા સંગ્રામમાં તેને પરાજય કરો. લગભગ અશકય છે–તેનો અજેય ગિરિધ્વજદુર્ગ જતાં, અને તેની સૈન્યશકિતને વિચાર કરતાં. આપણે કોઈ બીજી રીતે વિચારવી પડશે.”
“તમે જે વિચાર્યું હોય, તે અમને કહે, યાદવશ્રેષ્ઠ ” યુધિષ્ઠિરે વિનંતી કરી. “એટલા માટે તે તમને મેં ઠેઠ દ્વારકાથી અહીં સુધી આવવાની તસ્દી આપી છે.”
શ્રીકૃષ્ણ પોતાની યોજના સમજાવી, જે યુધિષ્ઠિરે માન્ય રાખી. પરિણામે અર્જુન અને ભીમ એ બેની સાથે તેમણે જરાસંધની રાજધાની ગિરિધ્વજ તરફ પ્રયાણ કર્યું
અર્જુન અને ભીમની સાથે શ્રીકૃષ્ણ પાછલે બારણેથી ગિરિજમાં પ્રવેશ કર્યો. તેમાં ત્રણેય બ્રાહ્મણના વેષમાં હતા. બ્રાહ્મણનો વેષ લેવાનું કારણ એ છે કે જ્યાં જવું હોય ત્યાં વગર વિરોધ અને વગર અંતરાયે જઈ શકાય. કઈ અટકાવે નહિ. લાક્ષાગૃહમાંથી પાંડવો જ્યારે, વિદુરે આપેલા માર્ગદર્શન પ્રમાણે સુરંગ-માગે બહાર નીકળ્યા હતા, ત્યારે પણ તેમણે સલામતી માટે આ બ્રાહ્મણવેષ ધારણ કર્યો હતો, એ આપણે જાણીએ છીએ. સમય જતાં આ યુકિત એકંદરે નિરુપદ્રવી છે, જ્યાં સુધી આવા વેશપલટાની પાછળને હેતુ આક્રમક ન હોય, ફકત સંરક્ષણાત્મક જ હોય.
અહીં શ્રીકૃષ્ણ અને પાંડવોને હેતુ, અલબત્ત, આક્રમક હતો. પણ આક્રમણે આક્રમણે પણ તફાવત હોય છે ને ! એમનું આ આક્રમણ તો જગતના એક અત્યંત ઘેર આક્રમક સામે હતું, જેણે પોતાની જાતને સલામત અને સુરક્ષિત રાખવા માટે પોતાની આસપાસ મહાકાય હિંસાના દુર્ગો ઉભા કર્યા હતા. શ્રીકૃષ્ણને તેની પાસે ઝટ પહોંચવું હતું, માર્ગમાં નિરર્થક કાળક્ષેપ ન થાય એવી રીતે પહોંચવું હતું, માટે તેમણે આ યુકિત અજમાવી.
કહે છે કે શ્રીકૃષ્ણ અને અર્જુન અને ભીમ જે વખતે જરાસંધની પાસે આવ્યા, તે વખતે તે પૂજામાં બેઠો હતે. કાની પૂજા કરતો હશે, પોતાને જ સર્વશકિતમાન માનનાર આ પુરુષ ! જે હો તે; પણ જેવી એની નજર આ ત્રણેય પુરુષ પર, બ્રાહ્મણે” પર પડી, તેવો જ તે બોલી ઉઃ “તમે બ્રાહ્મણે નથી લાગતા, પરદેશીઓ. તમારી લાલ આંખે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com