________________
૪૧. યુધિષ્ઠિર અને નારદ
સભાનું નિર્માણ મયદાનવને હાથે થયા પછી અને પાંડવોએ વિધિપૂર્વક તેમાં પ્રવેશ કર્યા પછી નારદજી યુધિષ્ઠિરની મુલાકાત લે છે.
નારદ પૂછે છે: “હે રાજન, તારા રાષ્ટ્રમાં મોટાં અને પાણીથી છલકાતાં તળાવ તો છે ને ? અને તે પણ બધાં એક જ ઠેકાણે ન હોતાં જુદા જુદા વિસ્તારોમાં વહેચાયેલાં છે ને? વળી ખેતીને આધાર કેવળ વરસાદ ઉપર તો નથી ને? (૮૦) રક્ષણને સંબંધ છે, ત્યાં સુધી તારાં ગામડાંઓ શહેરો જેવાં જ અને તારા સીમાડા ગામડા જેવા જ છે ને ? (૮૪) રાતના પહેલા બે પહોર જ તું સુવે છે ને ? અને છેલ્લા બે પહોરે ધર્મ અને અર્થના ચિંતનને આપે છે ને ? (૮૮) વળી એવું તે નથી બનતું ને કે લોભ, મેહ, હુંપદ કે એવા કેઈ કારણે તારે દ્વારે આવેલ ફરિયાદીઓ અને અરજદારોને તું સાંભળે પણ નહિ ? (૯૪) વળી દ્રવ્ય-લોભને કારણે કોઈ વાર તારા રાષ્ટ્રમાં પકડાયેલા ચરાને સજા આપ્યા વગર જ એમને એમ તે નથી છોડી મૂકવામાં આવતા ને? (૧૦૮) અગ્નિ, સર્પ, રેગ વગેરેથી રાષ્ટ્રનું રક્ષણ તે બરાબર કરે છે ને ? (૧૨૬) આંધળા, મૂંગા, પાંગળા, અપંગ, અનાથ અને સંસારને ત્યાગીને પ્રવજયા લેનારાઓ એ સૌનું તું પિતાની માફક પાલન તે કરે છે ને ? (૧૨)
આ અને આવા બધા પ્રશ્નોને સંતોષકારક જવાબ આપ્યા પછી યુધિષ્ઠિર નારદજીને પિતાની સભા જેવી સભા બીજે કયાંય છે કે કેમ તે પૂછે છે, જેના જવાબમાં નારદજી પિતૃઓની, વરુણની, કુબેરની અને બ્રહ્માની સભાઓની વિરાટતાનું વર્ણન કરે છે. અને પછી પોતે જે કામ માટે ખાસ આવ્યા છે તે કામને નિર્દેશ કરે છે. કામ છે યુધિષ્ઠિરને રાજસૂય યજ્ઞ તરફ વાળવાનું.
ભારતમાં તે વખતે અનેક રાજાઓ હતા અને તે સૌમાં સરસાઈ માટે ઝઘડાઓ હરહંમેશ ચાલ્યા જ કરતા. પરિણામે આખા દેશમાં એક સમગ્ર દેશવ્યાપી સાર્વભૌમ સ્થિર તંત્રની આવશ્યકતા ડાહ્યા માણસોને સદા વર્તાતી...
હવે બનતું એવું કે જે રાજા બળિયો હોય તે તો ગમે તેમ કરીને કોઈ પણ શાણુ માણસની સલાહની યે વાટ જોયા વગર ચક્રવતી થવાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com