________________
૧૩૨
શન્તનુને ઊતરતી અવસ્થામાં પરણવાનું મન થાય, અને એ મનતે એવા ઉત્તમ ગુણવાન પુત્રના અધિકાર ઉપર કાપ મૂકીને પણ પૂરું કરે એ મહાભારતમાં નિરુપાયેલ આખાયે અનિષ્ટનું આદિ મૂળ છે શન્તનુને અસંયમ. (એનું નામ જ “શન્તનુ” છે-જે તનુની શાન્તિ છે છે, ‘તનુની’ શાન્તિ સદૈવ સાધવાની જેની વૃત્તિ વધે છે.) મહાભારતકારને કામની સામે વાંધો નથી. પણ એ કામ ધર્મથી અવિરુદ્ધ હાવા જોઇએ એવા એમનેા આગ્રહ છે. શન્તનુના ધર્મ વિરુદ્ધ કામે મહાસંહારનાં ખીજ વાવ્યાં એ કથા, ઉચિત રીતે જ આપિ
માં છે.
એવી જ રીતે પાંડવા અને ધાર્તરાષ્ટ્રો વચ્ચેના સહજ વરાગ્નિમાં ઇન્પણુ બનનાર દ્રૌપદીના જન્મથી માંડીને એના સ્વયંવર સુધીની કથા પણુ આદિપર્વમાં જ આવી જાય છે. દ્રુપદ અને દ્રોણ વચ્ચેની દુશ્મનાવટ એ પણ ભારત–કથાના વિનાશપટને એક પ્રારભિક તાણા-વાણા છે.
વળી અશુભ તત્ત્વાની સાથે શુભ તત્ત્વના પ્રારંભ પણ આદિપમાં જ નિરૂપાયા છે. પાંડવાની ધર્મપરાયણતા, અનેક ઉશ્કેરણીએ વચ્ચે પણ અધની દિશાથી દૂર રહેવાની તેમની વૃત્તિ, તેમની કૃષ્ણપ્રીતિ, તેમનું તપ, તેમની ચેાગનિષ્ઠા, પરોપકાર અર્થે જીવાતું તેમનું જીવન, ખીજાને માટે મૃત્યુના મુખમાં પણ સહ ધસવાની તેમની તૈયારી, એ બધાના પ્રારંભ પણ આપણે આદિ પર્વમાં જ જોઇએ છીએ. મહાભારતકારમાં નાટયતત્ત્વની ભારે સૂઝ છે, પકડ છે. સંધ –પ્રધાન દ્રશ્યાવલીએ તે આપણી સામે, એક પછી એક, દીવામાંથી દીવેા પ્રગટે, એ રીતે પ્રગટાવતા જાય છે. કુન્તી કર્ણને વહેતા મૂકે છે, તેા કર્યું કુન્તીના કાયદેસરના પુત્રાને પડકારવા પાછા આવે છે. દ્રોણ તે દ્રુપદ લંગોટિયા ભાઈબંધો છે. પણ સિ`હાસન દ્રુપદનું મગજ ફેરવી નાખે છે, અને દ્રોણ દ્રુપદને સીધેા કરવા માટે સિંહાસનને શરણે જાય છે. અને પછી દ્રુપદ એ દ્રોણને સીધા કરવા માટે શકિતમેના સંચય કરે છે. મત્સ્યગ ંધાને પિતા દેવવ્રતને સિંહાસનથી દૂર રાખવાની ખટપટ કરે છે, તે તેની પુત્રીના બન્ને પુત્રા અપુત્ર મરણ પામે છે અને સત્યવતીના સિંહાસનને ભીષ્મની દયા ઉપર નભવું પડે છે. દુર્યોધન પાંડવાને માટે લાક્ષાગૃહ સરજે છે અને એ જ લાક્ષાગૃહ એમને માટે નવજીવનનું એક અણુમેાલ દીક્ષાગૃહ બની જાય છે.
અને એ લાક્ષાગૃહમાં બળી જાય છે માત્ર પેલે કુહાડાનેા હાથેા-વિરાચન.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat