________________
૧૩૩
વનવાસે પાંડને માટે વરદાનરૂપ બને છે, અને વરદાને દુષ્ટ ધાર્તરાષ્ટ્ર માટે શાપરૂપ બને છે. અંધત્વને કારણે ધૃતરાષ્ટ્ર સિંહાસન શ્રેટ થાય છે, તો એના જ પુત્રો, જીવનભર દેખતા પાંડવોને સિંહાસનથી દૂર રાખવાની ચેષ્ટાઓ કરે છે. કવાંક સત્યાસત્યની અત્યંત ઝીણવટભરી સમજ છે, તે આગ્રહ નથી. કયાંક સમજ અને આગ્રહ બને છે તો શકિત નથી; કયાંક સમજ, આગ્રહ અને શકિત ત્રણેય છે, તે એકાદ એવો દુર્ગુણ છે જે બધાયને વિકૃત કરી નાખે છે.
અને આ આદિ પર્વને અંત પણ કે નાટયાત્મક છે. સ્વયંવરમાં લક્ષ્યને સિદ્ધ કરીને પાંડ દ્રૌપદીને પરણ્યા. એમના કૃષ્ણમંડિત પક્ષને દ્રપદનું બળ સાંપડયું. હસ્તિનાપુરમાં તેઓ દ્રૌપદી સમેત આવીને સ્થિર થયા, સિંહાસન પર, દુર્યોધનની સાથે પણ સંયુકત આસન દુર્યોધનને ન ફાવ્યું. તેણે તેમને ઇન્દ્રપ્રસ્થ ધકેલ્યા. સિહાસન સિંહો નથી સરજતું, પણ સિંહો સિહાસન સરજે છે, એ પરમ સત્ય દુર્યોધન ભૂલી ગયા. ઇન્દ્રપ્રસ્થ જોતજોતામાં પાંડવસિહોના પરાક્રમ વડે અને શ્રીકૃષ્ણની પ્રેરણાથી એક ચક્રવતી ધર્મરાજ્યનું કેન્દ્ર બની ગયું. એવામાં એક નાનકડા નિયમભંગને કારણે અર્જુને બાર વરસનું વિવાસન સ્વીકાર્યું. એમાં એને ઉલૂપી ચિત્રાંગદા અને સુભદ્રા સાંપડયાં. અને સૌથી વધુ તે શ્રીકૃષ્ણ સાથેનું સખ્ય વધુ દઢ બન્યું. પછી બનેવીને આંગણે શ્રીકૃષ્ણની અવર-જવર વધી. એમાં બંને કૃષ્ણો (અજુનનું એક હુલામણું નામ કૃષ્ણ પણ હતું) એક વાર યમુના કાંઠે આનંદ-પર્યટન માટે ગયા. ત્યાં તેમને અગ્નિ મળ્યો. અગ્નિએ તેમને તેમનાં વિશ્વ-પ્રસિદ્ધ અસ્ત્રો આપ્યાઃ સુદર્શન અને ગાંડિવ અને પાંચજન્ય અને કૌમુદકી ગદા. અને પછી આર્યતાની બરાબર વચ્ચે વચ્ચે અનાર્યતાને રક્ષનાનારું અને પોષનારું એવું ખાંડવવન તેમણે ભેગા થઈને બાળ્યું અને એમાંથી મય શિપી તેમને હાથ લાગ્યો.
અને આ મય (માયાનો સર્જનાર) દ્વારા તેમણે જે સભાનું નિર્માણ કરાવ્યું તે સભા અને સભાની સાથે સંકળાએલી શુભ અશુભ ઘટનાપરંપરા એ વિષય છે મહાભારતના બીજા પર્વને, જેને નામ પણ સમુચિત રીતે “સભાપર્વ આપવામાં આવ્યું છે.
આરિપવ સમાપ્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com