________________
૧૨૯
એવાના હાથમાં જ “અણબેબ” અને “ જળમ્બ” અને “વાયુ ...” મૂકી શકાય !
હવે કૃષ્ણ માગેલ વરદાનને મમ જોઈએ. એ અર્જુનની પ્રીતિ સિવાય બીજું કશું જ માગતા નથી. અર્જુન દ્વારા એને માનવમંગલનાં ઘણાં કામો કરાવવાનાં છે. ભવિષ્યમાં “યોગેશ્વર કૃષ્ણ” અને “ધનુર્ધર પાર્થ”ની જોડી “શ્રી” “વિજય” અને “ભૂતિ' સજશે એવી આગાહી જાણે અત્યારથી જ થવા માંડી છે.
કથા કહે છે કે બંને કૃષ્ણો આ પ્રમાણે બે વરદાને પામી, અગ્નિદેવની પરીક્ષા કરી પાછા રમણીય નદીકિનારા પર આવી ગયા.
અગ્નિના નિમંત્ર્યા ખાંડવવન બાળવા માટે જ્યારે તેઓ ઉપડયા હતા, છ દિવસ પહેલાં, ત્યારે તેઓ બે જ હતા. કાર્ય પૂરું કરીને યમુનાતટ પર ફરી આવે છે, ત્યારે તેઓ બેના ત્રણ થઈ ગયા છે.
ત્રીજે તેમની સાથે છે મય-મયદાનવ. પેલો પ્રખ્યાત દાનવ નમુચિ, તેને ભાઈ ખાંડવવનમાં આવેલ તક્ષકપ્રાસાદમાંથી જે નીકળ્યો હતો તે
૩૯ ઇન્દ્રના ભેદી વ્યકિતત્વને કોયડે આજેય
અણઉકેલ છે.
મયને દાનવ શા માટે કહ્યો હશે, તે સમજાતું નથી. તે બાંધકામમાં જબરો નિષ્ણાત છે, પણ એમાં દાનવતા કયાં આવી ? બીજી બાજુ તેનામાં કૃતજ્ઞતા પણ ભારોભાર છે, એમાં પણ માનવતાની જ ખુઓ આવે છે.
ત્યારે શું “દાન” એ કઈ જાતિ હશે, “માન થી જુદી જાતની ? એમ બને, કે “આર્યો પોતાની જાતને “મન” ના પુત્ર એટલે કે “માનવો માનતા હોય, જ્યારે આ જુદી જમાતના લોકોને તેઓ “દન’ના પુત્રો એટલે કે દાન માનતા હોય.
વળી અર્જુન અને શ્રીકૃષ્ણ અગ્નિની વિનંતિથી જ્યારે ખાંડવવનને બાળ્યું, ત્યારે તેનું મૂળ કારણ તો એ હતું કે “તક્ષક” નાગ ત્યાં સંતાઈને રહ્યો હતો. નાગો “માનવો” ના એટલે કે આર્યોના વિરોધીઓ હતા, અને તક્ષક એ આર્યોના દેવ ઈન્દ્રને મિત્ર અને આશ્રિત હતો. જનમેજયે નાગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com