________________
૧૨૮
હતે. એણે કૃષ્ણ તથા અર્જુનને સંબોધીને કહ્યું : “અમારા માટે પણ દુષ્કર એવું આ કાર્ય તમે બેયે કર્યું છે. હું સંતુષ્ટ થયે છું. વર માગો.”
એટલે પાથે માગ્યું: “મને સકલ શસ્ત્રો આપો.”
તથાસ્તુ !” ઇન્કે કહ્યું. “જગતમાં જે જે શસ્ત્રો છે, તે બધાં જ હું તને આપીશ. પણ અત્યારે નહીં.” “તો કયારે ?” અર્જુને પૂછયું.
જ્યારે ભગવાન મહાદેવ તારા પર પ્રસન્ન થશે ત્યારે.” “તે વાતની મને કેમ ખબર પડશે?”
“તને કદાચ નહીં પડે,” ઇન્દ્ર અર્જુનને પ્રતીતિ આપે છે. “ પણ મને તો પડશે જ ને. મને જ્યારે ખાતરી થશે કે ભગવાન શંકર તારા પર પ્રસન્ન થયા છે, તે વખતે હું જાતે આવીને તેં માગેલાં બધાં જ શસ્ત્ર તને આપી જઈશ. એમાં અગ્નિ અસ્ત્રો હશે, વાયુઅો હશે અને મારાં ઈન્દ્રનાં અસ્ત્રો એટલે કે વજ અસ્ત્રો અથવા વિદ્યુતઅસ્ત્રો પણ હશે.”
પછી ઈન્દ્ર શ્રીકૃષ્ણને કેક માગવાનું કહ્યું. “મને તે ફકત એક જ વસ્તુ જોઈએ, મહારાજ શ્રીકૃષ્ણે કહ્યું. “બોલે !” “અર્જુનની શાશ્વત પ્રીતિ.”
આ બે વરદાનની પાછળનું મર્મ સમજવા જેવો છે. અગ્નિઅસ્ત્રો, વાયુઅસ્ત્રો અને વિદ્યુતઅસ્ત્રો માનવીને હાથમાં મૂકવામાં આવે તો એને પહેલો ઉપયોગ, કદાચ મનુષ્યના પરસ્પર સંહાર માટે જ થાય, એવી સુરપતિને ધાસ્તી હતી.
સાંસારિક મહાવાકાંક્ષાઓ સંતોષવા માટે, આખા જગતને પોતાને ચરણે ઝુકાવવા માટે અથવા સમગ્ર માનવજાતિને ગુલામ બનાવવા માટે આ બધાં શસ્ત્રોનો દુરુપયોગ અર્જુન તરફથી થાય એવી ભીતિ ઈન્દ્રને હતી. એટલે એણે આ શરત મૂકીઃ શંકરની પ્રસન્નતાની, શિવની પ્રસન્નતાની. શિવના ઉપાસકના હાથમાં આ બધાં વિનાશક સાધને વિનાશ માટે ન વપરાતાં, સર્જન માટે જ વપરાશે. શિવ એટલે કલ્યાણ. શંકર ત્યાગ અને વૈરાગ્યના પ્રતીક. ત્યાગ અને વૈરાગ્યપૂર્વક માનવકલ્યાણની પ્રતિજ્ઞા જેણે લીધી હોય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com