________________
૧૨૬
શ્રીકૃષ્ણ અને અર્જુન, સાળો અને બનેવી, આમ વાતમાં ઓતપ્રેત છે ત્યાં એક બ્રાહ્મણ તેમની કને આવે છે. અત્યંત વિચિત્ર એવો એને દેખાવ છે.
અજાણ્યા એવા આ બ્રહ્મદેવને જોતાં વેંત શ્રીકૃષ્ણ તેમજ અર્જુન બને પિતપોતાનાં આસને ઉપરથી ઊભા થઈ ગયા. આ બ્રાહ્મણ, મહાભારત કહે છે કે, બીજો કઈ નહિ પણ સાક્ષાત અગ્નિદેવ જ હતે.
ઈન્દ્રપ્રસ્થ અને હસ્તિનાપુરની આસપાસનાં ભયાનક જંગલ ઘણુંખરાં આગમાં, દાવાનળમાં નાશ પામ્યા હતા, અને કેટલાકને કદાચ વસતીની સલામતી અને સગવડને સારુ જાણીબુઝીને બાળી પણ નાખવામાં આવ્યા હશે.
પણ ખાંડવ નામનું એક ઘોર વન, આર્યોને મુંઝાવતું અને ડરાવતું, હજુ એવું ને એવું ઊભું હતું.
કહેવાતું હતું કે સાક્ષાત ઇન્દ્ર એ જંગલની રક્ષા કરે છે, કારણ કે ઈદને મિત્ર તક્ષક નાગ એ જંગલમાં વસે છે.
અગ્નિદેવે આ બન્ને કૃષ્ણને વિનંતી કરીઃ “ખાંડવને ભસ્મીભૂત કરવામાં આપ બને મને સહાય કરે; અને તક્ષકને પક્ષ લઇને યદિ ઈન્દ્ર આપણું આ કાર્યની આડે આવે, તે એ ઈન્દ્રને પણ સીધો કરો !”
અર્જુન અને શ્રીકૃષ્ણ બન્નેએ ખૂબ તૂહલ અને ધ્યાનપૂર્વક આ માગણી સાંભળી. એ માગણની પાછળ આર્યજાતિને હિતકર થઇ શકે એવું એક તત્વ હતું એમ તેમને લાગ્યું.
પણ અગ્નિને એ આદેશ અમલમાં મૂકવા જતાં ઇન્દ્રને વિરોધ વહોરી લેવાને હતો. ઈન્દ્ર એટલે સ્વર્ગને અધિપતિ અને તક્ષક એટલે આ પૃથ્વીના નાગોને નેતા. એટલે દેવો તથા નાગ બનેની સંયુક્ત તાકાત સામે ઝૂઝવાનું હતું.
પિતાના વીર્ય અને પરાક્રમ પર તેમને અખૂટ શ્રદ્ધા હતી. પણ પૌરુષને અનુરૂપ સાધને પણ હેવાં જોઈએ ને ! અગ્નિદેવને તેમણે કહ્યું
पौरुषेण तु यत्कार्य तत् कर्तारौ रवः पावकः ।
करणानि समर्थानि भगवन् दातुमर्हसि ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com