________________
૧૨૫
ધર્મ એ યુધિષ્ઠિરનું બીજું નામ છે એ અર્થમાં જ માત્ર નહિ, પણ “ધર્મરાજ્ય” શબ્દના સાચા અર્થમાં ધર્મરાજ્યને સુખદ અનુભવ પ્રજાને હવે થવા માંડયો હતો.
મહાભારત કહે છે કે જેમ ધર્મ, અર્થ, અને કામ ઉપર મેક્ષ શોભે તેમ ત્રણે લોક પર ધર્મરાજ યુધિષ્ઠિરનું શાસન શોભતું હતું.
શ્રીકૃણ હજુ ઈન્દ્રપ્રસ્થમાં જ હતા. એકવાર અર્જુને શ્રીકૃષ્ણને કહ્યું: “આજકાલ ગરમી ઘણું પડે છે, માટે ચાલે, આપણે જમના-કાંઠે ફરવા જઈએ, સાંજે પાછા ફરીશું.” પછી ધર્મરાજાની અનુજ્ઞા લઈને આ બંને કૃષ્ણ (અર્જુનનું એક નામ કૃષ્ણ પણ હતું) પોત પોતાના સેવકે અને પરિચાર સાથે યમુના કાંઠે પહોંચ્યા. દ્રૌપદી અને સુભદ્રા પણ સાથે જ હતાં, એમની સાથે એમની અનેક પરિચારિકાઓ પણ હતી.
એટલે યમુના કાંઠે તો વગર પ્રસંગે જ, એક પ્રસંગ જાણે નિરમાઈ ગ. ઉત્સવની ધૂમ મચી ગઈ. ગીત નૃત્ય, વાઘો, ખાન-પાન, ઉજાણું !
પણ કૃષ્ણ અને અર્જુનને તે નીરાંતે બેસીને વાત કરવી હતી. ભૂતકાળના પોતપોતાના જીવનના-પ્રણયના અને નયના પ્રસંગોને સંભારી સંભારીને તેમાંથી ભવિષ્યને માટે ઉપયોગી થાય એ સાર કાઢવો હતે. ઉજાણુની ધાંધલથી થોડેક દૂર આસને મંડાવીને તેઓ વાતોએ ચઢયા.
શું શું વાતો કરી હશે તેમણે, પ્રસગે? કૃષ્ણ સ્વાભાવિક રીતે પોતાનું બાળપણ સંભાર્યું હશે. વ્રજમંડલના ગોપગોપીઓને પ્રેમથી યાદ કર્યા હશે. એની સાથે કંસ અને એના મલેચાણુર અને મુષ્ટિ અને પેલે કુવલયાપાડ હાથી અને સૌથી વધારે તો પેલી કુબજા-ત્રિવક્રા! શું શું નહિ યાદ આવ્યું હોય, એ વખતે, વસુદેવ-દેવકીના એ, કારાગૃહમાં જન્મેલ આઠમા સંતાનને !
અને અર્જુનને ? એને અનુભવ પણ વિપુલ અને વિવિધ હતા. દ્રોણની શાળામાં પોતે શિષ્ય હતું, ત્યારથી માંડીને શસ્ત્ર પરીક્ષા સુધીને દિવસ, તે પછી લાક્ષાગૃહથી દ્રૌપદી-સ્વયંવર, અને છેલે હજુ હમણાં જ પૂરો થયેલો બાર વરસને વનવાસ, જે વનવાસ દરમ્યાન ઉલૂપી, ચિત્રાંગદા અને છેલ્લે સુભદ્રા મળ્યાં. જ્યાં સુધી જગતમાં કવિઓ છે, ત્યાં સુધી કૃષ્ણાર્જુનની યમનાતટની વાતચીત તેમની લેખિનીને આકર્ષતી જ રહેશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com