________________
૧૨૩
૩૬. અભિમન્યુનો જન્મ
અર્જુનના વનવાસનાં બાર વર્ષે, એટલે એના જીવનને એક અત્યંત મહત્ત્વનો ભાગ. આખી ભારત ભૂમિનું આ બાર વર્ષો દરમ્યાન એણે દર્શન કર્યું. નવા નવા અનેક દેશો અને નવી નવી અનેક જાતિઓના ગાઢ સંપર્કમાં એ આવ્યું. એકલે હાથે દૂર દૂરના દેશોમાં યુદ્ધો યે કર્યા અને મૈત્રી સંબંધ યે બાંધ્યા. ગંગાદ્વાર પાસે નાગલોકમાં ઉલૂપીને પર. મણિપુરમાં ચિત્રાંગદાની સાથે પ્રેમને દોરે સંકળાયે. નારીતીર્થોમાં વર્ગો વગેરે અપ્સરાઓને ગ્રાહમાંથી મનુષ્ય બનાવી. અને છેલ્લે સૌરાષ્ટ્રમાં આવીને, આપણે જોઈ ગયા તેવા વિચિત્ર સંયોગો વચ્ચે, સુભદ્રાનું પાણિગ્રહણ કર્યું.
પણ હજુ સૌથી મટે એક અનુભવ તે બાકી જ હતા.
ઈન્દ્રપ્રસ્થમાં પ્રવેશ કરી મહારાજ યુધિષ્ઠિરને પ્રણમી, બ્રાહ્મણો અને ગુરુને વંદન અપ જેવો એ દ્રૌપદીના ખંડમાં દાખલ થયો તેવી જ એ તાડુકીઃ “તમે અહીં શા માટે આવ્યા છે ત્યાં જ જાઓને, જ્યાં પેલી સાવંત કુલની તમારી સુભદ્રા છે.”
અને પછી જાણે આટલાં વેણ બોલાઈ રહે તેની જ વાટ જોઈને બેઠી હોય એવી અશ્રુધારા તેની આંખમાંથી રેલાવા લાગી અને તેણે એટલું બધું કલ્પાંત કરી મૂકયું કે તેને છાની શી રીતે રાખવી, અર્જુનને સૂઝયું જ નહિ!
આ પ્રસંગનો મહાભારતનો એક કલેક નોંધપાત્ર છે. અર્જુનને જોઈને દ્રૌપદીએ કહ્યું:
तत्रैव गच्छ कौन्तेय यत्र सा सात्वतात्मजा। सुबद्धस्यापि भारस्य पूर्व बन्धः श्लथायते ।।
ત્યાં જ જા, કૌતેય, જ્યાં સાત્વતકુલની તારી સુભદ્રા છે. ગાંઠ સારી રીતે વાળેલી હોય, છતાં એના પર બીજી ગાંઠ વાળો, તો પહેલી ગાંઠ થેડી ઘણું ઢીલી તે થવાની જ !"
અર્જુન અને શો જવાબ આપે? દ્રૌપદીની પ્રેમગાંઠ ઉપર એણે સુભદ્રાની પ્રેમગાંઠ મારી હતી. અને ઉલૂપી અને ચિત્રાંગદાની તો હજુ દ્રૌપદીને કદાચ ખબર જ નથી ! એ ખબર એને પડશે ત્યારે!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com