________________
૧૨૪
આવા આવા વિચારો દરમ્યાન અર્જુનને એક યુકિત સૂઝી. દ્રૌપદી પ્રત્યેના તેના સ્નેહમાંથી જ એ યુકિત જન્મી હતી. તે બહાર ગયો. સુભદ્રાને તેણે શોધી કાઢી. ગોવાલણને વેશ પહેરવાની તેણે તેને સૂચના કરી. સુભદ્રાએ લાલ રેશમની એાઢણુ-સૌરાષ્ટ્રની ગોવાલણો ઓઢે છે તેવી ઓઢી. એ વેશમાં તે ઉલ્ટાની વધુ દીપી રહી.
પછી સુભદ્રાને અર્જુન કપાત કરતી દ્રૌપદી પાસે લઈ આવ્યો અને દ્રૌપદીને જોતાં વેંત સુભદ્રા, “હું તો તમારી દાસી છું” એમ કહેતીકને પગે પડી ગઈ. અને સુભદ્રાને આ વિનમ્ર વર્તનથી દ્રૌપદીનું હદય પીગળી ગયું. પગે પડેલી સુભદ્રાને તેણે બાથમાં લીધી અને “ભદ્ર, તારા પતિ નિઃસપન્ન બને” એટલે કે બિનહરીફ બને, એવી આશીષ ઉચ્ચારી, જે સુભદ્રાએ કૃતજ્ઞ ભાવે માથે ચઢાવી.
સુભદ્રાને જ્યારે સીમંત આવ્યું ત્યારે બલભદ્ર તથા કૃષ્ણ, બને ભાઈએ દ્વારકાથી તેના માટે મબલખ મામેરું લઇને ઇન્દ્રપ્રસ્થને આંગણે ઉપસ્થિત થયા. વૃષ્ણ, અધક અને સાત્વત કુલોના અનેક વીરે તેમની સાથે હતા. અક્રૂર, ઉંધવ, સત્વક, સાયકી, કૃતવર્મા, પ્રદ્યુમ્ન, સામ્બ, નિરાઠ, શંકુ, ચારુદેણુ વગેરે નવયુવાન, પ્રૌઢ અને વૃદ્ધ ત્રણેય પેઢીઓના અગ્રગણ્ય પ્રતિનિધિઓ આ શુભ પ્રસંગ નિમિત્તે ઈન્દ્રપ્રસ્થના ઊગતાં-વિસતાં ગૌરવને નજરે નિહાળવા આવ્યા હતા.
અભિમન્યુને જન્મ થયે ત્યાં સુધી શ્રીકૃષ્ણ ઈન્દ્રપ્રસ્થમાં જ રહ્યા. બાળપણથી જ આ ભાણેજ કૃષ્ણને ખૂબ લાડીલો હતો. તેનું શિક્ષણ કાર્ય પણ તેના પિતા અર્જુન અને મામા શ્રીકૃષ્ણ એ બન્નેની સંયુક્ત દેખરેખ નીચે થયું,
આ અરસામાં પાંચેય પાંડથી દ્રૌપદીને પાંચ પુત્રો થયા, અને શુકલપક્ષને ચંદ્ર વધે એમ એ બધા પુત્રો અને પાંડ સંપત્તિએ, કીર્તિએ અને શકિતએ વધતા લાગ્યા.
૩૭ ખાંડવદાહ હવે પાંડવોને સુખે બેસવાને વારે આવ્યો હોય એમ લાગતું હતું. લેકે ને પણ હવે જાણે ઘણા લાંબા વખત પછી ધર્મરાજ્યને આસ્વાદ મળવા માંડયો હતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com