________________
૧૦૫
આખરે બધી જ બાજુઓથી પોતાના હાથ હેઠા પડયા છે એવું સમજાતાં એક દિવસ તેણે પોતાના અંધ પિતાને એકાન્તમાં સાળ્યાઃ
“આ તો હવે નથી સહેવાતું, બાપુ !” અત્યંત દુઃખભર્યા સ્વરે પિતાના કાનમાં એણે કહ્યું.
પ્રભુને ગમે તે સમે સર્વ સહેવું !” ખંધા ધૃતરાષ્ટ્ર પોતાના આંધળા ચહેરા પર દાંભિક સ્વસ્થતા પાથરીને જવાબ આપ્યો. દીકરાની દુષ્ટતાની અંધ કસોટી કરવા માગતો હતો.
પ્રભુને તો હું આપઘાત કરું એ જ ગમે છે!” દુર્યોધને એ જ ખંધાઈથી અને દાંભિક ગંભીરતાથી જવાબ આપ્યો. દંભ અને શઠતામાં પુત્ર પિતા કરતાં સવાયો હતો. આપઘાત એવો શબ્દ સાંભળીને ધૃતરાષ્ટ્ર ચાંકી ઊઠયો.
પુત્ર-વત્સલતા એની સૌથી મોટી નિર્બળતા હતી. દુર્યોધન એ બરાબર જાણતો હતો. “પણ ત્યારે કરવું શું?” દુર્યોધને કડવાશથી કહ્યું. વાટ જેવી,” અંધે સલાહ આપી. “ધીરજનાં ફળ મીઠાં !”
મીઠા ખરાં,” દુર્યોધને ટકોર કરી, “પણ તે પાંડવોને માટે! આપણું માટે તો એ હવે નાશમાં જ પરિણમવાનાં છે.”
પુત્રના શબ્દમાં રહેલો કંપમય આવેશ પિતાની શ્રવણેન્દ્રિયે બરાબર પારખી લીધે. પુત્રની વાત સાવ સાચી છે એવી તેની ખાતરી થઈ
તને કે ઉપાય સૂઝે છે?” હળવેક રહીને તેણે પુત્રને પૂછયું.
ધૃતરાષ્ટ્રની આ ખૂબી છે. તે કઈ વખતે પણ પહેલ નથી કરતો. કર્યું પગલું લેવું તેને વિચાર સુદ્ધાં પિતાને નથી એવો દેખાવ કરે છે. પોતાના દુષ્ટહદયની વાત તે હંમેશા પોતાના દુષ્ટતા પુત્રની જીભે જ સાંભળવા માગે છે!
દુર્યોધન પિતાની આ ખંધી કુશળતાથી પૂરેપૂરે પરિચિત હતા.
“ઉપાય સૂઝયો છે,” મૂછમાં હસીને તેણે પિતાના કાનમાં કહ્યું માટે તો હું આપની પાસે આવ્યો છું.”
ધૃતરાષ્ટ્ર મૂંગો રહ્યો. એ મૌનમાં પુરો પોતાની યોજના સવિસ્તર સાંભળવાની પિતાની અભિલાષા વાંચી લીધી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com