________________
૧૧૭
પહેલાં તે સૌભદ્ર તીર્થે પહોંચ્યા, અને સરોવરમાં સ્નાન અથે ઊતર્યો; અને ઉતર્યો તેવો જ ઝડપાયે ! જળાશયની અંદરનો ગ્રાહ કદાચ વરસેથી તેની વાટ જોઈ રહ્યો હશે ! ( પુરાણોને ગજગ્રાહ પ્રસિદ્ધ છે; પણ અર્જુન-રાહનું આ ઠંધ પણ એટલું જ પ્રસિદ્ધ છે, એની પોતાની રીતે ! પિતાને ઊંડાણમાં ખેંચી જઈને આરોગી જવા મથતા મગરમચ્છને અર્જુને કાંઠા પર ખેંચી આ અને એક વધુ આશ્ચર્ય તેને જોવા મળ્યું.
ગ્રાહને જેવો સુક્કી ધરતીને સ્પર્શ થયો તેવો જ તે સુંદર યુવતીમાં પલટાઈ ગયો.
દંતકથા જેવી વાત કરીને વ્યાસજીએ એક સુંદર માનસશાસ્ત્રીય સત્ય વાતવાતમાં સમજાવી દીધું છે. ગ્રાહો જેવા સ્વભાવની સ્ત્રીઓ ઉપર અર્જુન જેવા નીડર, પરાક્રમી છતાં રસિક અને ક્ષમાશીલ પુરુષોની અસર કેટલી ચમત્કારિક થતી હશે!
વર્ગો એ આ અપ્સરાનું નામ. તેણે પોતાના ભૂતકાળની વાત કરી. તેમાં પણ આ જ ધ્વનિ છે. એક સનિષ્ઠ તપસ્વીનું તપ ચળાવવા જતાં તેની અને તેની ચાર બહેનપણુઓની આ દશા થઈ હતી.
છેવટે વર્ગની વિનંતિથી ચારેય બહેનપણીઓને ઉદ્ધાર કરીને અર્જુન ફરી પાછે મણિપુર ગયે. ચિત્રાને અને બભૂવાહનને એકવાર ફરીથી મળવાની તેને ઉકંઠ હતી.
મણિપુરમાં થોડા દિવસ રહી ત્યાંથી પછી એક અત્યંત લાંબી એપ કરીને તે પશ્ચિમ દિશામાં આવેલ ગોકર્ણ તીર્થો આવ્યો. વનવાસનાં અર્ધાથી ઝાઝાં વરસો હવે વીતી ગયાં હતાં, અને હવે તેનું મન આનર્ત ઉપર, સૌરાષ્ટ્ર ઉપર, શ્રીકૃષ્ણ ઉપર અધીર મીટ માંડી રહ્યું હતું.
૩૪ કામદેવનાં બાણ
સૌરાષ્ટ્ર તો શ્રીકૃષ્ણની પોતાની જ ભૂમિ. અલબત્ત, એ સમયે એનું નામ સૌરાષ્ટ્ર નહિ, પણ આનર્ત હતું. અર્જુન ભારતમાં ફરતો ફરતો હવે
આનર્તમાં આવ્યો છે એવા સમાચાર મળતાં વેંત શ્રીકૃષ્ણ દેટ મૂકી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com