________________
૧૧૯
રૂમ-પુત્ર પ્રદ્યુમ્ન, જામ્બુવતી-પુત્ર સામ્બ, અકૂર, સારણ, ગદ, વિદૂરથ, વિાદ, ચારણ, પૃથ, સત્યક, સાત્યકિ, ઉદ્ધવ, જૂની અને નવી અને નવીનતર ત્રણેય પેઢીઓના પ્રતિનિધિ સ્ત્રી-પુરુષે જાણે હિલોળે ચઢયા હતાં.
શ્રીકૃષ્ણ અને અર્જુન આ ઉત્સવ જોતા જોતા, મેળો માણવા ગિરિ પ્રદેશમાં ધૂમતા હતા, તેવામાં એકાએક એક કૌતુક થયું.
અર્જુનની દષ્ટિ એક નવયુવતી પર પડી અને પળ, પળાર્ધ, ત્યાં જ થંભી ગઈ.
શ્રીકૃષ્ણની સર્વદશ આંખેથી આ કેમ અજાણ્યું રહે! મનમાં ને મનમાં તે હસ્યા.
ત્યારે તે વનવાસીઓનાં ચિત્ત પણ કામદેવને પ્રભાવથી ચકડોળે ચઢી શકે છે ખરાં !” તેમણે મશ્કરી કરવા માંડી. “પેલી યુવતી તને ગમી ગઈ લાગે છે!”
અર્જુન શે જવાબ દે! મિત્ર પાસે છુપાવવા જેવું તો કશુંયે નહોતું, પણ નામઠામ જાણ્યા સિવાય કયાંક કૈક બફાઈ જાય તો !
મિત્રની મૂંઝવણ ભગવાન પામી ગયા.
“મારી બહેન છે એ, પાર્થ,” તેમણે ઓળખાણ આપવા માંડી. “ભાઈ સારણની એ સહોદરા છે. નામ સુભદ્રા. પિતાજીની સૌથી લાડકી પુત્રી. તારી ઈચ્છા હોય તો વાત કર, એમને ?”
અર્જુનનું હૈયું હવે હેડું બેઠું. ત્યારે તે તેની પ્રીતિ યોગ્ય સ્થાને જ જઈને ઢળી છે! ખૂબ નિખાલસ ભાવે, મિત્ર મિત્ર પાસે હૈયું ખોલી શકે એવી રીતે તેણે પોતાનું હૈયું ખોલ્યું.
“વસુદેવની પુત્રી અને તારી બહેન અને ઉપરથી વળી આવી અપૂર્વ સુંદર ! પછી મારું મન મુગ્ધ બને એમાં આશ્ચર્ય જ શું! એ જે મારા હદયની રાણું બને, કૃષ્ણ, તો મારા સદ્ભાગ્યની પરાકાષ્ઠા જ સમજુ. કહે શું કરવું જોઈએ મારે, તેને પ્રાપ્ત કરવા માટે ?” હવે શ્રીકૃષ્ણ તેને જે સલાહ આપે છે તે સાંભળવા જેવી છે. ક્ષત્રિયોના લગ્ન માટે સ્વયંવરની પદ્ધતિ છે” તે કહે છે: “પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com