________________
૧૧ :
દિવસ માટે વાર ધામધૂમથી
દ્વારકાથી તે પ્રભાસતીર્થ આવ્યા, જ્યાં આગળ અર્જુનને તાત્કાલિક નિવાસ હતો. બંને મિત્રો મળ્યા. વર્ષો પછી ધરાઈ ધરાઈને વાત કરી. અર્જુન બાર વરસ માટે વનવાસે નીકળ્યો છે એ વાત તો શ્રીકૃષ્ણને કાને આવી જ હતી, પણ મિત્રને મુખે બધી વાત સાંભળવામાં એને ઓર જ આનંદ આવ્યો. અર્જુને વનવાસની પાછળનું રહસ્ય સમજાવ્યું. પછી વનવાસનાં વર્ષોને અનુભવ કહ્યો. ઉલૂપી, ચિત્રા, વર્ગો અને તેની ચાર બહેનપણુઓ ! રોમાંચકારી પ્રણય કથાઓ અને અદ્ભુત વીરગાથાઓ !
અર્જુનને મોટામાં મોટી એક જ ઉત્કંઠા હતી, પોતે જે કે કર્યું કારવ્યું છે તે બરાબર છે કે કેમ એ શ્રીકૃષ્ણને મેએ સાંભળવાની. નાનપણથી જ એને વસુદેવના આ પુત્રની વિવેકબુદ્ધિમાં વિશ્વાસ હતો. જીવનને જેટલું યાદવવર સમજે છે, તેટલું ભારતમાં ભાગ્યે જ કોઈ બીજે સમજે છે એવી અર્જુનની નાનપણથી જ શ્રદ્ધા હતી.
પછી આ બન્ને વિરે એક દિવસ માટે રૈવતક પર્વત પર ગયા. ત્યાં આગળ શ્રીકૃષ્ણ પોતાના મિત્રના સત્કારની ભારે ધામધૂમથી તૈયારીઓ કરાવી હતી. અનેક નટો અને નર્તકોને તેણે મિત્રના મનરંજન માટે ભેળા કર્યા હતા.
એક રાત ગિરનાર (રૈવતક) પર ગાળ્યા પછી બન્ને પાછા દ્વારકા આવ્યા. એટલી વારમાં તો અર્જુનના સૌરાષ્ટ્રપ્રવેશની વાતો દ્વારકામાં ઘેરઘેર પહોંચી ગઈ હતી. વચનને ખાતર બાર વરસ વનવાસે નીકળેલ દ્રૌપદીસ્વયંવરના વિજેતા અને શ્રીકૃષ્ણના સૌથી વધુ પ્રિય મિત્રની ઝાંખી કરવા નગરમાં આબાલવૃદ્ધ સૌ ઉસુક હતાં. મહાભારત કહે છેઃ “ હજારો દ્વારકાવાસીઓ રાજ-માર્ગો પર ઉતરી આવ્યાઃ ભેજ, વૃષ્ણ અને અન્ધક કુલના સ્ત્રી-પુરુષની ભારે ભીડ મચી ગઇ.”
દ્વારકામાં અર્જુન શ્રીકૃષ્ણના સુરમ્ય નિવાસસ્થાનમાં અનેક દિવસો સુધી રહ્યો.
આ દરમ્યાન યાદવોને પેલો પ્રસિદ્ધ વિતકઉત્સવ આવ્યો. નગર આખું જાણે પર્વત ભણું ચાલી નીકળ્યું. નૃત્ય, ગીતો, નાટક, આનંદ-પ્રમદ, ખાન-પાન, ઉત્સવ માણવા માટે દ્વારકા આખી જાણે રૈવતકના ઢળાવો પર ડેરાતંબુ તાણીને ઊતરી પડી હતી. ભાઇ બલરામ, યાદવ-રાજવી ઉગ્રસેન,
મળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com