________________
૧૧૫
પણ ચિત્રાંગદા તેના પિતાની ગાદીવારસ છે. કાઈ યુવરાજને શોભે એવી વેષભૂષામાં એ હરેફરે છે. અને એવી જ વિદ્યા-કલાઓથી તે મંડિત છે. આવી યુવતી અર્જુન આ પહેલી જ વાર જુવે છે અને એને જોતાં વેંત એનું ચિત્ત ચગડોળે ચઢી જાય છે; અને મહારાજ ચિત્રવાહન પાસે જઈને સીધે એ ચિત્રાંગદાના હાથની માગણું જ કરે છે.
હવે અર્જુન મણિપુર પહોંચે તે પહેલાં એની કીર્તિ તે ત્યાં પહોંચી જ ગઈ હતી. ભારતભરના ક્ષત્રિયે પાંચાલમાં ભેગા મળ્યા હતા, તેમાંથી કઈ કહેતા કાઈ જ જ્યારે લક્ષ્યવેધ ન કરી શકહ્યું, ત્યારે આણે, આ અર્જુને, ધૃષ્ટદ્યુમ્નના મેણાના મારથી ઉત્તેજિત બનીને, ક્ષત્રિય કુળની લાજ રાખી હતી, અને લક્ષ્યવેધ કર્યો હતો.
“પણ અમારા કુળની એક પરંપરા છે, પાર્થ!” અર્જુનની માગને જવાબ આપતાં ચિત્રવાહને કહ્યું,
બોલો ” “કેટલી યે પેઢીઓ થયાં અમે એક-સંતાન છીએ, એક ઉપર બીજું છોકરું અમારા કુળમાં થતું નથી ! ”
“પણ તેથી...?”
“જરા સાંભળી લો ! અત્યાર સુધી મારા પૂર્વજોને ઘેર પુત્રો જ જમ્યા છે ! વિધાતાએ મને આ દીકરી આપી છે.”
આ દીકરી કે ઓછી નથી, અર્જુનને થયું, સે સો પુત્રોની ઉણપ પૂરી કરે એવી છે, અને છતાં....અદ્ભુત સૌંદર્યવતી અને... અપૂર્વ કમનીય!
એટલે ચિત્રાને મેં મારા ઉત્તરાધિકારી તરીકે તૈયાર કરી છે. મારા પછી મણિપુરનું સિંહાસન તેણે સંભાળવાનું છે!”
“મણિપુરનું શું જગતનું સિંહાસન શોભાવી શકે એવી છે!” પાર્થનું પ્રણયી હદય આવું કૈક બોલવા થનગની રહ્યું હતું, પણ મહારાજ ચિત્રવાહન શું કહેવા માગે છે તે સાંભળવા તે ઉત્સુક હતો.
એટલે આપના જેવો જમાઈ મને મળે એને હું એનું અને મારું -અને મણિપુરનું–ત્રણેયનું સદ્ભાગ્ય જ સમજું છું ! પણ...”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com