________________
૧૧૩
હોડી એક રમ્ય તટ-પ્રદેશ પર આવીને નાંગરી. તરુણી અર્જુનને એક ભવ્ય મહેલમાં લઈ ગઈ અને “આ હું કયાં છું ?” એ વિચાર ધનંજય કરી રહ્યો હતો, ત્યાં તો તેની દ્રષ્ટિ મહેલના એક ચોકમાં ભભૂકી રહેલા અગ્નિ ઉપર પડી. આર્યો અગ્નિપૂજક હતા, અને પોતે જે નવા પ્રદેશમાં આવ્યો છે ત્યાંના લકે પણ અગ્નિના આરાધક જ છે એવું જાણુને અર્જુનને આનંદ થયો. અગ્નિને આહુતિ અપને પેલી તરુણીને તેણે પૂછ્યું:
કેણુ છે તું ? અને કહે છે આ દેશ!” “કૌર નામે નાગરાજની હું પુત્રી છું,” તરુણુએ જવાબ આપ્યો, ઉલૂપી મારું નામ. આ અમારો દેશ છે. મેં તમને ગંગામાં તરતા જોયા અને મારું મન તમારા પર મોહી પડયું. હવે આત્મદાન દ્વારા મને રીઝવો, એજ ઈચ્છા !”
અર્જુનને જવાબ પણ એટલું જ નિખાલસ છે. “હું ભાગ્યશાળી છું, ભદ્રે ! તારી ઈચ્છા એ જ મારી ઈચ્છા છે. પણ લાચાર છું. મારા મોટાભાઈ ધર્મરાજના આદેશથી હું બાર વરસના વનવાસે નીકળ્યો છું અને બ્રહ્મચર્ય એ વનવાસની એક શરત મનાય છે. હવે તું જ રસ્તો બતાવ, ઉલૂપી ! ધર્મ અને કામ બંને જળવાય, એવો કોઈ મધ્યમ માર્ગ સૂઝે છે?”
લાગે છે કે લૂપી આ સમશ્યા માટે તૈયાર જ હતી. છોકરી જેટલી સાહસિક તેટલી જ સુંદર, અને જેટલી સુંદર તેટલી જ બુદ્ધિમતી હતી.
એની દલીલ જુઓ :
“મને આખા યે વૃત્તાન્તની ખબર છે, પાર્થ; પણ તમારા મોટાભાઈએ તમને જે બ્રહ્મચર્યને આદેશ આપ્યો છે તે કેવળ દ્રૌપદી પૂરતો જ ગણાય!”
પણ પોતાની આ દલીલ વકીલશાહી છે, અને અર્જુન સમા પુરુષને પલાળવા માટે એ પૂરતી નથી એટલું એ બરાબર સમજતી હતી, એટલે એક અંતિમ શસ્ત્ર પણ તેમાં સાથે સાથે અજમાવ્યું: “યદિ મારી ઈચ્છાને તમે તૃપ્ત નહિ કરે, તે મને મરેલી જ સમજજો; કારણ કે હું તો મનથી તમને વરી જ ચુકી છું.”
મહાભારત કહે છે કે અર્જુન નાગરાજના ભવનમાં ઉલૂપી સાથે એક રાત્રિ રહ્યો. પછી સવાર પડતાં, બધી વાત બ્રાહ્મણોને જણાવી ઉત્તર દિશા તરફ તે ચાલી નીકળ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com