________________
૧૧૧
અને યુધિષ્ઠિર-દ્રૌપદીવાળા ખંડમાં પ્રવેશ કરી, જેઈતાં શસ્ત્રાસ્ત્રો લઈ આવી અર્જુન પેલા બ્રાહ્મણની ચોરાયેલી ગાયોની તલાશમાં ઉપડયો, અને તસ્કરોને પકડી પાડી ધણોને તેના સાચા માલિકને ફરી સુપ્રત કરી ઇન્દ્રપ્રસ્થ પાછો આવ્યો.
આવીને સીધે ગયે ધર્મરાજ પાસે. વંદન કરીને બોલ્યો : “મને વનવાસમાં જવાની રજા આપે, મોટાભાઈ.” “ શા માટે ?”
“મેં આપણી વ્યવસ્થાનું ઉલ્લંઘન કર્યું છે. આપ કૌપદી સાથે જે ખંડમાં હતા, તે ખંડમાં મેં પ્રવેશ કર્યો. ”
“વાંધો નહિ!” યુધિષ્ઠિરે ખૂબ નિખાલસ ભાવે, અત્યંત સરળતાથી પ્રત્યુત્તર આપ્યો. “એક અનિવાર્ય ધર્મકાર્ય માટે અસ્ત્ર લેવાના હેતુથી તે અમારા ખંડમાં પ્રવેશ કર્યો તેમાં શું થઈ ગયું ? વળી મોટાભાઈ પત્ની સાથે બેઠા હોય, ત્યાં નાનભાઈ આવે એમાં કશે પણ મર્યાદાભંગ નથી. મર્યાદાભંગ તે, ત્યારે થાય જ નાનાભાઈના દામ્પત્ય-ખંડમાં મોટાભાઈ પ્રવેશે ! માટે, તે કશો જ ધર્મ લેપ કર્યો નથી, અને તેથી કોઈ પણ જાતના દંડને તું પાત્ર બન્યો નથી.”
યુધિષ્ઠિર કેઈ પણ રીતે અર્જુનની વનવાસની આપત્તિને ટાળવા માગતા હતા.
પણ અર્જુન એમ શાબ્દિક દલીલેથી, તર્કવાદથી છેતરાય એમ નહોતા. એકવાર ધર્મ સમજીને જે વ્રત લીધું, તે લીધું, પછી એમાં અપવાદોની બાદબાકી કરતાં જઈએ, તો શેષ અપવાદ જ રહે !
અપવાદના આ ભયસ્થાનને અર્જુન બરાબર સમજતો હતો. એટલે યુધિષ્ઠિરને એણે ખુબ દઢતાથી કહ્યું
“આપે પોતે જ અમને શીખવ્યું છે કે ધર્મના પાલનને પ્રશ્ન હોય ત્યાં અપવાદની ઢાલ પાછળ ન ભરાવું?”
યુધિષ્ઠિર સમજ્યા... અર્જુનને માટે આ ત્રીજે વનવાસ હતો.
પહેલા બે વનવાસો તો, બીજા ચારે ય ભાઈઓ અને માતા કુતી સાથે તેણે ભોગવ્યા હતા.
આ ત્રીજો તેણે એકલાએ જ ભોગવવાનો હતો,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com