________________
૧૦૯
સુન્દ-ઉપસુન્દનું દૃષ્ટાન્ત સાંભળ્યા પછી પાંચે ભાઇઓને ખાતરી થઇ ગઇ હતી કે આવી કાઇ વ્યવસ્થા અનિવાર્ય છે. એટલે દેવિષેની આ સૂચનાતે સૌએ સહ વધાવી લીધી. ગેાઠવણુ એવી થઇ કે વરસના એક સરખા પાંચ ભાગ કરવા, અને એ એકેક ભાગ પૂરતી દ્રૌપદી એક એક ભાઇની સાથે રહે, અને તે મુદ્દત દરમિયાન બાકીના ચાર ભાઇઓમાંથી કે!ઇ એના ખંડમાં ન જાય, અને કાઇ કદાચ જઇ ચઢે તે તેને બાર વરસના વનવાસની સજા થાય.
૩૧. ત્રીજો વનવાસ
અસ્ત્રવિદ્યામાં પાંડવા પારંગત હતા.
તેમના જમાનામાં ખીજા કાઈ રાજા કરતાં, ખીજા કેાઈ શસ્ત્રધારી કરતાં ચઢીઆતાં શસ્ત્રો, ચઢીઆતી પ્રહરણ-શકિત અને ચઢીઆતી અસ્ત્રવિદ્યા તેમની પાસે હતાં. અત્યાર સુધીના તેમના ઇતિહાસે પુરવાર કરી આપ્યુ હતું કે બાણાવળી તરીકે જેમ અર્જુન અજોડ હતા, તેમ ગદાધારી અને મલ્લ તરીકે ભીમ અપ્રતિમ હતા. યુધિષ્ઠિર, સહદેવ અને નકુલ પણ એવા જ અપ્રતિમ અસ્ત્ર-કુશળ સમરવીરા હતા.
અને છતાં, કૃત યુધિષ્ઠિર જ નહિ, પાંચે પાંડવા શકય ત્યાં સુધી હિંસાથી દૂર રહેતા. સામે ચાલીને યુદ્ધ તેઓ કદી છેડતા જ નહિ, અને વગર માગ્યે અને વગર ઇચ્ચે યુદ્ધ તેમની સામે આવીને ઊભું રહે તા પણ તેને ટાળવા માટે તેએ બનનેા પ્રયત્ન કરતા. કવિ-હૃદય અને ધર્માત્મા પિતાની છત્રછાયા નીચે અને ઋષિમુનિએની વચ્ચે વનમાં ઉછરેલ પાંડવાની આ અહિંસા એક સ્વભાવસિદ્ધ વિશેષતા હતી.
નિળની નહિ, પણ સબળાની એ અહિંસા હતી. મૃત્યુથી ડરતા કાયરાની નહિ, પણ મૃત્યુજય વીરાની એ અહિંસા હતી.
અને એટલે જ એમનાં સૌનાં શસ્ત્રાસ્ત્રો પર ધની ચેકી રહેતી.
પાંડવાના શસ્ત્રાસ્ત્ર-ભંડાર તેમના માટાભાઇ યુધિષ્ઠિરના નિયમન તળે હતા. ધરાજને પુછ્યા વગર પાંડવામાંથી કાઇ પણ હથિયાર ઉઠાવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com