________________
૧૦:
અલંકૃત હતું. ગગનચુંબી પ્રાસાદે એમાં હતા. બે પાંખે પ્રસારીને ગરુડ ઊભું હોય એવા શસ્ત્રસજજ દુર્ગો અને પર્વત સમા ગેપુરાથી એ રક્ષાયેલું હતું. એમાં ઠેરઠેર તીણ અંકુશ, શતનીઓ (એકી સાથે તેને નાશ કરી શકે એવાં આયુ) આદિ યન્ત્ર-જાલો હતાં. વચ્ચે કુબેરના મહેલ જે પાંડવોને ધન-સમૃદ્ધ મહેલ હતું. એમાં સર્વ ભાષાઓને જાણનાર અને ચારેય વેદના અભ્યાસી એવા અનેક બ્રાહ્મણ ઠેરઠેરથી આવીને વસેલા હતા. વ્યાપારી અને કારીગરો પણ મોટી સંખ્યામાં આવીને ત્યાં વસ્યા હતા. નગર ફરતા અનેક રમ્ય ઉદ્યાને હતા. વાવો, તળાવ, કુવા, લતાગૃહો અને ચિત્રગ્રહો પણ હતા.”
આ ઇન્દ્રપ્રસ્થમાં પાંડવોને સંપૂર્ણ રીતે સ્થિર કરીને પછી જ રામ અને કૃષ્ણ, એટલે કે બળદેવ અને કૃષ્ણ દ્વારકા પાછા ફર્યા.
અને શ્રીકૃષ્ણ અને બલરામના વિદાય ક્યા પછી થોડાક વખતે નારદ મુનિ ત્યાં આવ્યા.
ૌપદી સહિત પાંચ પાંડવોએ મુનિવરની ખૂબ આગતા-સ્વાગતા કરી.
આ પછી દ્રૌપદીને અંતઃપુરમાં રવાના કરાવીને દેવર્ષિએ પાંડવોને એક અત્યંત મહત્ત્વની સલાહ આપી. જગતમાં ઝગડા મોટે ભાગે સ્ત્રીઓને કારણે જ થાય છે અને તેમાંય વળી જ્યાં એક જ સ્ત્રી, પાંચ ભાઈઓની પત્ની હોય, ત્યાં તો પરસ્પર કંકાસની પૂરેપૂરી સંભાવના. સુન્દ અને ઉપસુન્દને દાખલો આપીને નારદ મુનિએ પાંડવોને ચેતવ્યા કે જેમ તિલોત્તમાને કારણે એ બે બળિયા ભાઈઓને સર્વનાશ થયો હતો તેમ પદીને કારણે તેમને નાશ ન થાય એની તેમણે સંપૂર્ણ કાળજી રાખવી.
પણ તે પછી અમારે કરવું શું?” યુધિષ્ઠિરે ઉકેલ યા.
ઉપાય સરળ છે. તમે એક એવી વ્યવસ્થા કરી દે કે દ્રૌપદી તમારા પાંચેયની સાથે વારાફરતી અમુક દિવસો સુધી રહે. અને પછી, જેના ખંડમાં દ્રૌપદી હોય, તેના ખંડમાં, તેટલી મુદત દરમિયાન, બાકીના ચારમાંથી કેઈએ પ્રવેશ ન કરો. ભૂલથી પણ નહિ !”
“અને તેમ છતાં, ધારો કે કોઈનાથી પ્રવેશ થઈ ગયો છે ?”
તે એ નિષિદ્ધ પ્રવેશ કરનારે બાર વરસ વનવાસ વેઠ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com