________________
૧૧૪
૩૩. કામણગારો ચહેરે!
દુનિયામાં સૌથી વધુ અકળ હોય તે તે માણસનું મન છે. એના વિષે કશી પણ આગાહી કરવી મુશ્કેલ તે શું, લગભગ અશકય છે. આજે કાયર દેખાતે માણસ આવતી કાલે શરીરને અગ્રણી પણ બને, અને સવારે લોભની સાક્ષાત પ્રતિમા સમે જણાતો માણસ રાતે ઉડાઉગીરીની પરાકાષ્ટાએ પણ પહોંચે ! ઊંડાણમાં ઉકળતા લાવા–રસે સપાટીના ચહેરામાં કયારે, કેવી રીતે, કેવા કેવા ફેરફાર કરી નાખશે, કઈ જ ન કહી શકે.
ગંગાદ્વાર પાસે ઉલૂપી અર્જુન ઉપર મેહિત થઈ, ત્યારે એને શો જવાબ મળ્યો હતો, યાદ છે? ઉલૂપીને કે કે દલીલ કરવી પડી હતી, અને કં કે નહીરાં કરવાં પડયાં હતાં, અર્જુનને મનાવવા માટે !
એ જ અર્જુન જ્યારે ફરતો ફરતો મણિપુર પહોંચે છે ત્યારે એનામાં કે પલટો આવી જાય છે! કારણ કયાં શોધવું ? ચિત્રાંગદાના કામણગારા ચહેરામાં? મણિપુરની આબેહવામાં? ઈન્દ્રપસ્થ અને મણિપુર વચ્ચેના ભૌગોલિક અંતરમાં? કે.
પણ આપણે વ્યાસજીએ કરેલી વાત સાથે જ વહીએ.
ગંગાદ્વારથી પાર્થ હિમાલયની તળેટીમાં આવ્યો. ત્યાંથી અગત્યવર, વસિષ્ઠ-પર્વત, ભૃગુ-તુંગ, હિરણ્ય બિન્દુ સરોવર વગેરે એતરાદાં તીર્થોને. પ્રવાસ કરતો કરતે તે પૂર્વ તરફ વળ્યો.
અહીં તેણે ઉત્પલિની, નન્દા, અપનન્દા, કૌશિકી આદિ નદીઓ, નૈમિષારણ્ય, ગયાતીર્થ અને ગંગાનાં દર્શન કર્યા, તેમજ અંગ, વંગ, કલિંગ, એ ત્રણેય દેશોમાં આવેલાં અનેક રમ્યસ્થળો અને આશ્રમો ફરી ફરીને, ધરાઈ ધરાઈને નિહાળ્યાં. પછી ત્યાંથી સમુદ્રને કાંઠે કાંઠે આગળ વધતો તે મણિપુર નામના નગરમાં આવ્યો.
મણિપુરમાં ચિત્રવાહના નામે રાજા રાજ્ય કરતો હતો. તેની એકની એક પુત્રી ચિત્રાંગદા આ વખતે બરાબર કર્વના આશ્રમમાં દુષ્યત શકુન્તલાને પહેલવહેલી જુવે છે તેવી જ છે, યૌવનમાં અને સૌન્દર્યમાં! પણ સંભવ છે કે ફક્ત આટલું જ હોત, તો અર્જુનનું હદય કદાચ ન પણ વધાત !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com