________________
૧૦૪
લક્ષ્યવેધને નિમિત્તે આખાયે ભારતવર્ષમાંથી પાંચાલમાં એકત્ર થએલ રાજવીઓ અને ઋષિઓ, ભૂમિપતિઓ અને ભૂદેવો, સૈ પોતપોતાને સ્થાને પાછાં ફર્યા. સાથે લક્ષ્યવેધને રોમાંચક ઇતિહાસ પોતપોતાનાં સ્થળોએ તેઓ લેતા ગયા.
અર્જુનની અપ્રતિમ વીરતાની, પાંડવોના પ્રતાપી અકયની અને શ્રીકૃષ્ણપ્રેમની અને દુર્યોધન આદિ ધૃતરાષ્ટ્રના પુત્રો અને કર્ણ, શકુનિ આદિ તેમના સાથીઓની દુષ્ટતાની વાત પણ આમ ભારતમાં ઘેર ઘેર ગવાતી થઈ
વ્યાપક પ્રચારમાં જે જમાનામાં આજના જેવાં કેઈ સાધને ન હતાં, ત્યાં આવા સ્વયંવર અને તીર્થ સ્થળોએ ભરાતા મેળાઓ અને યુદ્ધો પ્રચારનાં જબરાં સાધન બની રહેતાં.
અને સમયની તાસીર જ એવી હતી કે એક વખતે પ્રચાર શરૂ થયો, તેને પછી રોકો જ મુશ્કેલ, બધે તેની ગતિ અને તેની માત્રા વધતી જાય.
એટલે અર્જુનને પરાક્રમની, શ્રીકૃષ્ણના અર્જુનપ્રેમની, ભીમના બળની. યુધિષ્ઠિરની ધર્મપ્રિયતાની, સહદેવ અને નકુલની આજ્ઞાધારકતાની અને સ્વસ્વનું બલિદાન આપવું પડે તો તે આપીને પણ પાંડવોને તેમની ગાદી પાછી આપવાની કુપદની પ્રતિજ્ઞાની વાત આખાયે ભારતમાં વધતા જતા વેગથી અને વધતી જતી ભાવુકતાથી પ્રસરવા માંડી હતી.
આ બધું ન સમજે તે બધો દુર્યોધન ન હતું. અને તેના એ સમજણરૂપી અગ્નિમાં ઘી ન હમે એવા કર્ણ અને શલ્ય પણ નહતા.
અને તેમાંયે આ લોધ પછી તે કર્ણ અને શકુનિ પાંડવોના ઉલટાના વધુ ઉગ્ર શત્રુઓ બન્યા હતા.
આવી સ્થિતિમાં હસ્તિનાપુરના રાજ્યપ્રાસાદનું વાતાવરણ કેટલું ગરમ હશે તેની કલ્પના સહેજ જ કરી શકાય છે. જેમને સર્વનાશ કરવાના પ્રયત્નમાં પિતે નિષ્ફળ બન્યા છે એવા શત્રુઓને પોતાની જ આંખોની સામે પહેલાંના કરતાં પણ વધુ બળવાન બનીને વિકસતા જોવા એ દુર્યોધન જેવા ઇર્ષાળુ માણસ માટે કેવી કારમી કરુણતા હશે !
એણે શા શા પ્રયત્ન નહિ કર્યા હોય – પાંડવોને છૂપી રીતે મરાવી નાખવાના ! પણ એવા પ્રયત્નો જે પહેલાં પણ સફળ નહોતા થઈ શકયા, તો હવે એમને સફળતા વરે એ સંભવ બહુ જ ઓછો હતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com