________________
૧૦૨
પ્રૌઢ બન્યા. હસ્તિનાપુરથી વારણાવત તરફ તેઓ જ્યારે જતા હતા, ત્યારે તેઓ નેત્રહીન, મિત્રહીન, પક્ષહીન, એકલા અટૂલા, નિરાધાર હતા. હવે તેઓ સપક્ષ બન્યા. તેમનાં નેત્રામાં નવી દષ્ટિ આવી. નવા મિત્રો તેમને સાંપડયા. અત્યાર સુધી તેમના પૌરુષ અને પરાક્રમની ક્રિીડાભૂમિ તેમના પિતાના વતનમાં જ હતી, અને તેમની પ્રસિદ્ધિ પણ તેમના પિતાના વલમાં જ હતી. હવે તેમના શૌર્ય અને વીર્યને નવી ક્રિીડાભૂમિ સાંપડી અને તેમને કે દશે દિશાઓમાં વાગવા માંડયો. તદ્ધ અણધારી પરિસ્થિતિઓને સામને કરવાનું સામર્થ્ય હવે તેમનામાં આવ્યું હતું. એ સામર્થની સાથે ક્ષમાવૃત્તિ પણ એટલા જ વેગથી આવતી જતી હતી. ઉદારતા, પરગજુપણું, સહિષ્ણુતા, પરદુઃખભંજનવૃત્તિ, શૌર્ય, સાહસિકતા આદિ ગુણોને લઈને લોકપ્રિય તો તેઓ પહેલેથી જ હતા; પણ વારણાવતથી પાંચાલ સુધીના અનુભવોએ તેમની એ લોકપ્રિયતામાં ખૂબ ઉમેરો કર્યો. રાજ્યલોભી ધૃતરાષ્ટ્ર અને તેના દ્વેષીલા પુત્ર તથા સંબંધીઓ અને સાથીઓ સે તેમના અકારણ દુશ્મન છે એ હકીક્ત જેમ જેમ વધુ પ્રસિદ્ધિમાં આવતી ગઈ તેમ તેમ તેમના પ્રત્યેની સહાનુભૂતિ પણ વધતી ગઈ અને આવા જબરા દુશ્મને માથે ગાજતા હોવા છતાં, તેઓ પોતાના પરાક્રમને પ્રતાપે ઉત્કર્ષ પામતા જ રહ્યા છે એ હકીકત વળી એ સહાનુભૂતિમાં આદર અને અહંભાવ પણ ઉમેરતી ગઈ.
પણ જગતને મન પાંડવો જેમ આદરપાત્ર બન્યા હતા, તેમ દુર્યોધનાદિને મન, તેઓ તેટલા જ પ્રમાણમાં વધુ ઈર્ષ્યાપાત્ર, વધુ ભયાનક અને વધુ ધૃણાસ્પદ બન્યા હતા તેમનું કાસળ કાઢી નાખવાની વૃત્તિ હવે તેમનામાં વધુ પ્રબળ બની હતી.
એટલે સ્વયંવરમાં લક્ષ્યવેધ કરીને દ્રૌપદીને મેળવનાર બીજ કાઈ નહિ પણ પાંડવો જ છે એ વાતની ખાતરી થતાં વેંત તેમનાં ષડયંત્રો ચાલુ થઈ ગયાં.
હવે પાંડવે પિતાનું રાજય પાછું માગશે એ વાતમાં લેશ પણ શંકા નથી. પહેલાં તો તેઓ એકલા હતા, હવે પદનું તેમને પીઠબળ છે, અને જે દ્વારકાને કૃષ્ણ તો પહેલેથી જ તેમના પક્ષમાં છે એટલે હવે તેમની માગણીને નકારી પણ નહિ શકાય. માટે હવે આપણે ફેરવી તોળવું! લાક્ષાગૃહની વાતને જ સળગી ભૂલી જવી ! જાણે છે જ કોણ! પાંડ સાથે આપણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com