________________
૧૦૦
યુધિષ્ઠિરે હવે તેને વધુ ન ટટળાવતાં સીધો જ પ્રત્યુત્તર આપ્યો:
“નિરાશ ન થાઓ, રાજન ! તમારી અભિલાષા સિદ્ધ થઈ છે. અમે તમારા પરમ મિત્ર પાંડુના જ પુત્ર છીએ, અને પદ્મિની જેથી તમારી આ પુત્રી ફકત એક સરોવરમાંથી બીજા સરોવરમાં જ ગઈ છે એમ જ માનજો. (Tઘનીવ સુતાં તે હૃાન્ચ દુરં તા) આ હું તમને સાચું જ કહું છું, મહારાજ. આજથી તમે અમારા વડીલ અને આધાર.”
દુપદ તો એવો પ્રસન્ન થઈ ગયો કે એની આંખોમાંથી અશ્રુની ધાર ચાલી. થોડીક ક્ષણ સુધી તે એ બોલી જ ન શકય. પણ પછી થનપૂર્વક એ હર્ષ ઉપર અંકુશ મૂકીને, યુધિષ્ઠિરને, માતા અને ભાઈઓ સાથે તે વારણાવત ગયો તે પછી શું શું બન્યું એ વિસ્તારપૂર્વક કહી બતાવવાની તેણે વિનંતી કરી, અને હકીકતની પૂરેપૂરી જાણ થતાં ધૃતરાષ્ટ્રની વર્તણુંકને સખત રીતે વાડી કાઢી પાંડવોને તેમનું ગયેલું રાજ્ય દુર્યોધન આદિ પાસેથી પાછું મેળવી આપવાની પ્રતિજ્ઞા કરી.
અને હવે વિધિપૂર્વક પાણિગ્રહણને સવાલ ઉપસ્થિત થયો.
લાગે છે કે જે વ્યકિત લક્ષ્યવેધ કરે, તે જ વ્યકિત દ્રૌપદીને પરણે એવો સંકેત દુપદના મનમાં સંપૂર્ણતઃ સ્પષ્ટ નહિ હોય, કારણ કે “ચાલો હવે અર્જુન સાથે દ્રૌપદીને પરણાવવાની તૈયારી કરીએ !' એવા એના સૂચનના પ્રત્યાઘાત રૂપે યુધિષ્ઠિર જ્યારે એને એમ કહે છે કે મારે પણ પરણવું પડશે!” ત્યારે એ ચોંકી ઉઠતો નથી! એ તો કહે છે કે કૌપદીને અર્જુનને બદલે તમે પરણવા માગતા હૈ, તો તમે પરણો, અથવા તમારા ભાઈઓમાંથી તમે જેને કહો તેની સાથે એને પરણાવીએ!
એટલે કે લક્ષ્યવેધ કરનાર જાતે દ્રૌપદીને પરણે, અથવા તે કહે તે પરણે, એવી ગોઠવણ તેના મનમાં હોય; પણ તેને આંચકે તો ત્યારે જ આવે છે, જયારે યુધિષ્ઠિર આ ધડાકે કરે છે?
सर्वेषां द्रौपदी राजन् महिषी नो भविष्यति। દ્રૌપદી અમ સર્વેની મહારાણી થશે, નૃપ !” કુપદને પહેલો પ્રત્યાઘાત તે ઘણો જ દુઃખદ થાય છે. આવું ધર્મવિરુદ્ધ આચરણ થાય જ કેમ? “એક રાજાની ૨૫નેક રાણીઓ હોય એ શાસ્ત્રસંમત છે, પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com