________________
૧ ૦૧
“એક સ્ત્રીને કદી હેય નૃપતિ, પતિઓ ઘણા.”
પણ યુધિષ્ઠિર મકકમ રહે છેઃ હશે એવું શાસ્ત્ર, પણ અમારો સમય, અમારી ગોઠવણ જુદી જ છે. અને અમે પાંચે ભાઈઓ રસ્થ સમોનનમાં માનનાર છીએ અને તમારી પુત્રી એક રત્ન છે, વળી અમારાં આ માતા, એમની પણ એ જ ઇરછા છે. બાકી “ધ” અને “અધર્મ વચ્ચેને સૂક્ષ્મ વિવેક, એની ગતિ સંપૂર્ણતઃ તે કયો માનવી સમજી શકે છે! અમે તે પૂર્વના નિયમને અનુસરીએ છીએ અને વળી એક વાત બરાબર સમજું છું કે,
नमे वाग अनृत प्राह नाधमे धीयते मतिः। वर्तते हि मनोमेऽत्र नैषोऽधर्म: कथचन ॥ “ન મારી અમૃત વાણી ન અમે મતિ મમ:
જે મારું મન માન્યું તે, માનવું કે અધર્મ ના.” કવિ કાલિદાસે અભિજ્ઞાન-શાકુન્તલમાં
सतां हि संदेहपदेषु वस्तुषु
प्रमाणमंत:करण प्रवृत्तयः । એટલે કે “જ્યાં જ્યાં સંદેહ ઉત્પન્ન થાય, આ કરવું કે તે કરવું એવી વિમાસણ ઊભી થાય, ત્યાં સજજનેને માટે તેમનું પિતાનું અંતઃકરણ એ જ સૌથી વધારે પ્રમાણભૂત છે,” એમ કહ્યું છે એ વચનનું અને એવાં બધાં જ વચનેનું મૂળ પ્રેરણાસ્થાન આ મહાભારતવચન જ લાગે છે,
મારું મન માન્યું તો, માનવું કે અધર્મ ના! અને આખરે આપણે જોઇ ગયા છીએ તેવી રીતે વ્યાસે આપેલ દિવ્યદૃષ્ટિથી ભૂતકાળને પ્રત્યક્ષ જોયા પછી દુપદ તૈયાર થાય છે અને દ્રૌપદી પાંચે પાંડવોની પટ્ટરાણું બને છે.
૨૮. વનવાસનો અંત ને હસ્તિનાપુરમાં પ્રવેશ
વારણાવતથી પાંચાલ-લાક્ષાગૃહથી લક્ષ્યવેધ – એ પાંડવોના શિક્ષણની એક અત્યંત મહત્ત્વની ભૂમિકા. આ શિક્ષણને અંતે પાંડવો સાચા સ્નાતક બન્યા. તે પહેલાં તેઓ કિશોર હતા, કુમારે હતા, નવયુવક હતા. હવે તેઓ કેવળ ઉંમરની જ દષ્ટિએ નહિ, અનુભવ અને વિચારની દૃષ્ટિએ પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com