________________
વણે, કુલ, ગોત્રો-એ બધાં, આજની પેઠે ત્યારે પણ હતાં, અને એ બધાંને માટે અભિમાન પણ નહોતું એમ નહોતું અને છતાં, લગ્ન માટેની પસંદગીમાં આમાંનું કશું જ કદી અંતરાયરૂપ થતું ન હતું. ટૂંકામાં દીવાલ હતી, પણ આજના જેવી જડ, બારીબારણા વગરની નહિ, એક ખંડમાંથી બીજામાં લેકે સહેલાઈથી આવ-જા કરી શકતા અને પરિણામે, વણે જન્મ ઉપર આધારિત હોવા છતાં, તત્ત્વતઃ ગુણલક્ષી જ બની રહેતા.
“અને છતાં, ” દુપદને પુરોહિતને યુધિષ્ઠિર કહે છે, “તમારા રાજાની જે કામના છે, તે પણ પાર પડશે જ. આવી અલૌકિક નૃપકન્યા, જેવા તેવાના ઘરમાં તો એછી જ શોભે ! અને વળી પેલું ધનુષ્ય ચઢાવવું અને દુર્ઘટ લવ વીંધવું એને માટે તે જન્મજાત સંસ્કારો જ જોઈએ ! ”
લાગે છે કે પાંડ બધી ય વાત પાકી કરીને પછી જ પ્રગટ થવા માગતા હતા. દુપદની મૈત્રી વિષે સંપૂર્ણ નિશ્ચિત બન્યા પછી જ બહાર પડવાની તેમની ઈચ્છા હશે.
પુરોહિત દુપદ પાસે જઈને પાંડવો સાથે પિતાને થયેલ વાતચીત વર્ણવી બતાવી. ત્યારે આ લકે ખરેખર પાંડવો જ છે એવી દ્રપદના મનની છાપ વધુ પાકી થઈ. તેણે હવે પાંડને રાજમહેલમાં લાવવા માટે રથાદિ કલ્યા, અને તેમના સત્કાર અને સામૈયા માટે ખૂબ કિંમતી દ્રવ્યો પાઠવ્યાં એટલે પછી પાંચેય પાંડવો અને કુન્તી સાથે દ્રૌપદી એમ સાતેય જણ જુદા જુદા રથમાં બેસીને રાજમહેલમાં આવ્યાં. કુન્તી દ્રૌપદીની સાથે દુપદને અંતઃ પુરમાં ગઈ. અંતઃપુરની સ્ત્રીઓએ તેને ખૂબ ઉમળકા અને ઉમંગથી સત્કાર કર્યો. ધૃતરાષ્ટ્રના લાક્ષાગૃહમાં બળી મૂઆ. એવી જેમના માટે લેકવાયકા પ્રચલિત છે તે આ પાંચ પાંડવો અને છઠ્ઠી કુન્તી એમ હવે લગભગ સૌના મનમાં નક્કી થઈ ગયું હતું, ફક્ત મોંએથી ચેખ પાડો જ બાકી હતે.
ર૭. જે મારું મન માન્યું માનવું કે અધર્મ ના!
રાજમહેલમાં પ્રાથમિક સત્કારવિધિ પૂરો થતાં દુપદે યુધિષ્ઠરને ફરી એ ને એ જ સવાલ પૂછયે. “તમે સાચું કહેઃ તમે કેણ છે ? રાજાઓને તો સત્ય જ શોભે! “સત્યમ્ રાગડું શોમ ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com