________________
૨૬. દ્રુપદનું આમંત્રણ
ધૃષ્ટદ્યુમ્ન કુંભારની કેડમાં-ભાર્ગવશાળામાં જે દ્રશ્ય નિહાળ્યું તે સમગ્ર રૂપે પોતાના પિતા પદ પાસે વર્ણવી બતાવ્યું. વાતચીત, હાવભાવ, વર્તન આદિ પરથી આ લેકો ક્ષત્રિય સિવાય બીજી કોઈ જ જાતિના હોઈ શકે જ નહિ અને ક્ષત્રિયોમાં પણ તે શ્રેષ્ઠ જ હોવા જોઈએ એવું પુત્રનું અનુમાન હતું.
દુપદે પછી પોતાના પુરોહિતને કુંભારની શાળામાં મોકલ્ય, પાંડવોને રાજમહેલમાં પધારીને કન્યાનું વિધિપૂર્વક પાણિગ્રહણ કરવાનું આમંત્રણ આપવા માટે અને સાથે સાથે તેમની વધુ ચકાસણી કરવા માટે.
પુરોહિતે આવીને યુધિષ્ઠિરને દુપદનો સંદેશો પહોંચાડો અને પછી કહ્યું કે સ્વાભાવિક રીતે જ દુપદને તમારા વિષે કુતૂહલ છે, તો તમે ખરેખર કેણુ છે, તે અમને જણાવો. પુરોહિતે સાથે સાથે એમ ઉમેર્યું કે પાંડુરાજા કુપદને ખાસ મિત્ર હતા, દ્રૌપદી પાંડુના જ કુટુંબમાં આપવાની દુપદને અંદરખાનેથી ઇચ્છા હતી, અને એક રીતે જોઈએ તો, આ આખો લક્ષ્યવેધ સમારંભ પણ તેણે એટલા માટે જ એ હતો, એટલે આપ ખરેખર પાંડવો જ છો એમ જે એ જાણશે તે એને પારાવાર આનંદ થશે.
યુધિષ્ઠિરે આને બહુ જ સુયોગ્ય અને સ્મરણીય જવાબ આપ્યો છે. જવાબ અર્ધો ગંભીર અને અર્ધી રમૂજભર્યો લાગે છે, પણ આર્ય સંસ્કૃતિનું ખડતલપણું અને એની વ્યાપકતા એમાં ભારોભાર વરતાઈ આવે છે. યુધિષ્ઠિર કહે છે કે “હે બ્રાહ્મણ તારા રાજાના મનની આ વિમાસણ હવે નકામી છે. તેણે તે અમુક શરતોએ પોતાની દીકરીને પરણાવવાનું જાહેર કર્યું હતું. એ શરતો આ મારી પાસે બેઠેલા મારા બહાદુર ભાઈએ પૂરી કરી, એટલે કન્યા તે હવે અમારી થઈ જ ચૂકી. પછી ભલે અમે ગમે તે વર્ણના હેઈએ !
प्रदिष्ट शुल्का द्रुपदेन राजा सा तेन वीरेण तथानुवृत्ता । न तत्र वणे षु कृता विवक्षा न चापि शीले न कुले न गोत्र।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com