________________
૬
અને સહદેવ. અમે ચારેય અને હવે પાંચમી આ પાંચાલી તમારાં છીએ તેા હવે આ પાંચાલીનું શું કરવું તેના વિચાર તમારે જ નવેસરથી કરવા પડશે. મા જે ખેલી એ તેા તમે સાંભળ્યું જ છે. માનું વેણ સચવાય, પાંચાલી પાપમાં ન પડે, દ્રુપદને અધર્મ આચરણુ ન કરવું પડે, એવા કાઇ રસ્તા તમે શોધી કાઢો. ’
અર્જુન ખેલતા હતા ત્યારે યુધિષ્ઠિરની નજર ત્રણેય ભાઈ એ ઉપર વારાફરતી કર્યા કરતી હતી.
પાંચાલીના અપ્રતિમ રૂપે એ ત્રણેય ઉપર પારાવાર કામણુ કરવા માંડયું છે તે એ સમજી ગયા.
પહેલાં મહર્ષિ વ્યાસે પણ તેમને એક વાર ચેતવ્યા હતા, સુન્દ અને ઉપસુન્દની વાત કહીને-તે પણ તેને યાદ આવ્યું. આવી રત્ન સમી નારી, ને સૌની સહિયારી હશે, તેા પ્રેરણાદાયક બની રહેશે, અને જો એ કા એકની જ સ્વામિની બનશે, તેા પરસ્પરના નાશનું કારણ બનશે, એટલું સમજતાં તેમને વાર ન લાગી અને તરત જ માના વેણુને અનુસરીને તેમણે ફેસલા આપ્યા
દ્રૌપદી આપણા પાંચેયની ધ`પત્ની બનશે.
66
32
મહાભારતમાં આ એક ગૂઢતમ ક્રાયડેા છે, ખુદ વ્યાસજીને પણ આ વાત પેાતાના શ્રાતાએને ગળે ઊતારવા માટે ખૂબ મહેનત લેવી પડે છે. દ્રૌપદીએ પૂર્વજન્મમાં તપ કરીને વરદાનમાં આદર્શી પતિ માગ્યા હતા. ફરી વાર માગવાનું કહેવામાં આવતાં પણ તેણે એ જ માગણી રજૂ કરી હતી, અને એમ એક ને એક વાત પાંચ વખત કહ્યાથી દેવાધિદેવે તેને “ તે પાંચ વાર વર માગ્યા, માટે જા, તને પાંચ વર મળશે ! એવું વરદાન આપ્યું હતું. પણ દ્રુપદ આટલી વાતથી સમજે એમ ન હતા. એટલે વ્યાસજીએ એને એક ખીજી વાત કહીઃ પાંચ ઇન્દ્રોની અને લક્ષ્મીની-શ્રીની. પાંચેય ઈન્દ્રો એક જ લક્ષ્મીના સ્વામી હતા. એ પાંચ ઈન્દ્રો તે આ પાંચ પાંડવે અને તે લક્ષ્મી તે આ દ્રૌપદી !
અને આવું કેમ બનવા પામ્યું. તે દ્રુપદને તેમણે ‘ દિવ્યદૃષ્ટિ ’ આપીને ત્યાં ને ત્યાં જ, એને એક બામ્બુ એક ખીજા એરડામાં લઇ જને બતાવ્યુ હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com