________________
બીજી બાજુ કૃષ્ણ વરમાળા લઈને અર્જુન તરફ આગળ વધી અને પછી અર્જુન તેની સાથે રંગભૂમિ ઉપરથી બહાર જવા માંડયો.
આ બધું પાંપણના પલકારામાં બની ગયું. પણ અર્જુનને એમ હેમખેમ જવા દે તે તે વખતનું ક્ષત્રિય મંડળ શેનું! તેણે તે ત્યાં આગળ જબરી ધાંધલ ઊભી કરી દીધી. કેઈ દુપદને મારવા દોડયા, તે કોઇ દ્રૌપદીને જીવતી સળગાવવા પણ દોડયા!
પણ ભીમ અને અર્જુનને બ્રાહ્મણ માની બેઠેલ બ્રાહ્મણે આક્રમક રાજાઓ અને એ બે ભાઈઓની વચ્ચે આવીને ખડા થઈ ગયા.
આ બ્રાહ્મણોને માંડ માંડ ત્યાંથી આઘા ખસેડીને ભીમ અને અર્જુને ધાંધલાર રાજાઓની સામે લડાઈ આદરી.
આશ્ચર્યની વાત એ છે કે આ બધા ધાંધલિયાઓમાં મેખરે કર્ણ હતો.
કર્ણ અર્જુનને હજુ ઓળખ્યો ન હતો, પણ એની બાણુવર્ષા પાસે પરાજિત જેવા બનીને જે ઉદ્ગારો એણે આ વખતે કાઢયા તે નોંધપાત્ર છે. કર્ણ કહે છેઃ
“હે વિપ્રવર્ય, તું સાક્ષાત્ ધનુર્વેદ તો નથી ? કે પછી પરશુરામ છો ? કે પછી ઈન્દ્ર કે વિષ્ણુ છે ? કે પછી તું અર્જુન જ છે?”
આ બધા પ્રશ્નોના જવાબમાં અર્જુને “હું તે બ્રાહ્મણ જ છું.” એમ કહ્યું રાખ્યું ત્યારે “બ્રાહ્મતેજ અજેય છે!” એમ કહીને યુદ્ધમાંથી તે નિવૃત્ત થઈ ગયો. | દરમિયાન ભીમે શલ્યને પરાજય કર્યો હતો તે જોઈને, અને કર્ણને પાછો હટી ગયેલ જોઈને બધા જ રાજાઓ પાછા હટી ગયા.
૨૫. “વહેચીને ખાજે"
કર્ણ અને શલ્યને અને દ્રૌપદીને ઉઠાવી જવા માગતા અન્ય રાજાઓને પરાજય કરીને અર્જુન અને ભીમ ઉતારે આવ્યા. ઉતારો કયાં હતો એ તો આપણે જાણીએ છીએ. મહાભારતે જેને આ પ્રસંગે “ભાર્ગવશાળા” કહી છે એવી એક કુંભારની કેડમાં પાંડવ પુરોહિત ઘમ્ય અને માતા કુતી સાથે આવીને વસ્યા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com