________________
હર
૨૪. અજુનને લક્ષ્યવેધ
દ્રૌપદીના ભાઈ ધૃષ્ટદ્યુમ્ન લક્ષ્યવેધ અંગેની પોતાની ઘોષણા પૂરી કરી કે તરત જ એક બાજુ દુંદુભિ, વેણુ, વિણા, પણવ આદિ વાદ્યો વાગવા લાગ્યાં અને બીજી બાજુ અનેક યુવાન રાજાઓ પોતપોતાનાં આસને ઉપરથી એકી સાથે ઉછળ્યા. મનમાં તો તેઓ સૌ પ્રૌપદીને જાણે ક્યારની યે પરણી ચૂક્યા હતા ! પાંચાલીના સૌંદર્યનું કામણ તેમને સૌ ઉપર એવું હતું કે લક્ષ્યવેધ તેમને અત્યંત સહેલો લાગતો હતો અને એની સાથે જ પોતા સિવાય બીજે કઈ વહેલે પહોંચીને લક્ષ્યવેધ કરી જાય એની કલ્પનામાત્રથી તેઓ ક્રોધાંધ બની રહ્યા હતા. મિત્રો, દ્રૌપદીના હાથના આ હરીફોને અત્યારે શત્રુઓ જેવા લાગતા હતા.
પણ લક્ષ્યવેધની કલ્પના જેટલી સહેલી લાગતી હતી તેટલું જ એ કલ્પનાને અમલમાં મૂકવાનું મુશ્કેલ હતું. મુશ્કેલ શું, અશકય જ. છલંગ મારીને દેડનારાઓમાંથી ઘણાખરા તે ધનુષ્યની દોરી પણ બાંધી શકયા નહિ. કેટલાક તો દેરી ચઢાવવા જતાં, ધનુષ્ય હાથમાંથી વછૂટી જતાં પડી પણ ગયા ! કોઈ કોઈના તો વળી કુંડલ પણ કાનમાંથી ખરી પડયાં!
ધૃષ્ટદ્યુમ્નની ઘોષણું સમાપ્ત થયા પછી આમ થોડી જ વારમાં આસનો ઉપરથી કૂદીને ધનુષ્ય પાસે ધસી આવતા રાજાઓનાં પાણી ઊતરી ગયાં અને સ્વયંવરની સભા એમના દીન નિ:શ્વાસ અને હાહાકારોથી શોકસભામાં પલટાઈ ગઈ.
આ બધા વખત પાંડવો બ્રાહ્મણના જૂથ વચ્ચે, ભસ્મના થર નીચે અગ્નિ ઢંકાયેલ હોય તેમ સ્વયંવરમાં આવેલ ઈતર રાજવીઓથી અજ્ઞાત એવી અવસ્થામાં બેઠા હતા; અને છતાં એક જણની નજર તેમના ઉપર ગઈ હતી.
રાખની નીચે ઢંકાયેલા એ પાંચ અગ્નિઓને પહેલવહેલા ઓળખી લેનાર એ પુરુષ તે બીજા કોઈ જ નહિ પણ કૃષ્ણ હતા.
કૃષ્ણ તેમને ઓળખ્યા, અને પછી પોતની પાસે બેઠેલ બલરામને તેમણે સંકેતમાં ઓળખાવ્યા.
દુનિયા જેમને મરેલ માનતી હતી, એ કૃષ્ણચીધ્યા પાંડુપુત્રને જોઇને બલરામ પણ ખરેખર પ્રસન્ન થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com