________________
૯૦
આવતા હતા, તો કોઈ દ્રૌપદી જેવી અપૂર્વ સૌદર્યવતી કન્યાને જોવાના કુતૂહલથી આવતા હતા, કાઇ પરાક્રમ બતાવવા માટે, કોઇ વેપાર કરવા અર્થે, કઈ પિતાને કસબ દેખાડવા કાજે, કાઈ નાટક ચટક આદિ કરીને બે પૈસા રળી લેવા સારુ, કોઈ દૂર દૂર રહેતાં સગાં-સંબંધી સ્વજનેને મળવાના હેતુથી, કઈ ખટસવાદિયા વળી ચેરી લૂંટને પ્રસંગ મળી જાય તો તે ઝડપી લેવા માટે, તરેહ તરેહના માણસે, તરેહ તરેહના ઈરાદાઓથી પાંચાલમાં ઠલવાયે જતા હતા.
તેમાં બધા ય વર્ણન લેકે હતા; અને બધી યે ઉંમરના માનવીઓ હતા.
પાંડવોએ માતા કુંતી અને પુરોહિત ધૌમ્યની સાથે પાંચાલમાં પહોંચીને એક કુંભકારના કારખાનામાં (કુંભારની કેડમાં) પડાવ નાખે.
અહીં પણ તેમણે બ્રાહ્મણોની માફક જ પોતાની દિનચર્યા જારી રાખી.
ગામમાંથી પાંચેય ભાઈઓ ભિક્ષા લાવે અને કુનતી એ ભિક્ષામાંથી બ્રાહ્મણ આદિને ભાગ કાઢી પછી અધ ભીમસેનને અને અધી પોતા સમેત બાકીના પાંચને, એમ વહેંચી આપે.
નગરની પૂર્વોત્તરે સમથલ ભૂમિ ઉપર, ચારે બાજુ ભવનોથી વીંટળાએલે એક સુવિશાળ મંડપ બાંધવામાં આવ્યો હતો. ધૂપથી એ મંડપ સર્વદા સુગંધિત રાખવામાં આવતો અને ચંદનજલથી એને સર્વદા શીતલ રાખવામાં આવતા.
બહારથી આવેલા અનેક રાજાઓને આ મંડપ ફરતાં ભવનમાં ઉતારે આપવામાં આવ્યો હતો. તેઓ બધા પોતપોતાનાં ભવનની બારીઓ અને અટારીઓમાંથી સ્વયંવર મંડપમાં અથવા કહો કે લક્ષ્યવેધ મંડપમાં ચાલતી બધી જ પ્રવૃત્તિઓ જોઈ શકે એવી વ્યવસ્થા હતી.
સામાન્ય ગ્રામજને અને નગરવાસીઓ માટે એક સ્થાને મંચે ઊભા કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેઓ લક્ષ્યવેધ જોઈ શકે.
બહારથી આવેલા અતિથિઓએ પંદર દિવસ આનંદપ્રમોદમાં પસાર , ર્યા પછી સોળમે દિવસે દ્રૌપદી “રંગ' પર ઊતરી.
એ વખતે યજ્ઞયાગ-સ્વસ્તિવાચન આદિ વિધિ પતાવી, વાગી રહેલાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com