________________
અને તે સ્ત્રીની પાછળ આવતા ચાર બીજા જુવાને - છમાંથી કોઈનું કે રૂવું સરખું ફરતું નથી.
સંભવ છે કે આ લકે કાઈ જુદા જ પ્રદેશમાંથી આવતા હોય અને પરિણામે મારા પ્રતાપથી સર્વથા અપરિચિત હોય એમ એને લાગ્યું.
“તમે લોકે મને ઓળખતા નથી લાગતા.” પડકાર કરનારે પોતાની ઓળખ આપવા માંડી. “મારું નામ અંગારપર્ણ છે. આ વન પ્રદેશનું નામ પણ અંગારપર્ણ છે. હું ગધર્વ છું. કુબેરને ખાસ મિત્ર છું. હું અહીં મારી સ્ત્રીઓ સાથે જલક્રીડા કરી રહ્યો છું. અહીં આવવાને કોઈને અધિકાર નથી.”
અંગારપણે માનતો હતો કે પિતાના નામશ્રવણની સાથે આ મશાલધારી વ્યકિત ઢીલીઢફ થઈ જશે, પણ તેણે જોયું તો પેલા યે જણ એ જ સ્વસ્થતાથી આગળ વધી રહ્યાં હતાં.
તું અંગારપર્ણ હો કે શીતપર્ણ,” અર્જુન તેને સંભળાવી રહ્યો હતો, “તારી સ્ત્રીઓ સાથે ક્રીડા કરી રહ્યો હો કે એકલે હા, અમારે તેની સાથે કશી નિસ્બત નથી. અમે તે ગંગામૈયાના ચરણસ્પર્શ કરીને પાવન થવા માગીએ છીએ અને ગંગામૈયા કેાઈ ગંધર્વની કે યક્ષની કે રાક્ષસની કે માનવીની આગવી સંપત્તિ નથી તેટલું અમે જાણીએ છીએ.”
હવે વાત શબ્દોથી પતે એમ નથી એમ અંગારપર્ણને લાગ્યું. ચિત્રરથ નામને પોતાને રથ પાસે જ હતો. એ રથમાં એ આરૂઢ થયા. આગળ વધ્યો. ધનુષ્ય હાથમાં લીધું અને ભાથામાંથી બાણે કાઢી કાઢીને પાંડવોની દિશામાં છોડવા માંડયાં.
પણ અર્જુન સામે એવા મડદાલ બાણેનું શું ગજું ! હાથમાંની મશાલથી જ એણે આ બધાં બાણોને ગિલ્લી-દંડાની રમત હેય એવી રીતે પાછાં ફટકાર્યા !
અને પછી એક સળગતું બાણ મારીને અંગારપર્ણના ચિત્રરથને જ સંચોડો જલાવી દીધે.
અને રથ ભાંગતા ગભરાઈને ધરતી પર ઢળેલા અંગારપર્ણને એના લાંબા કેશ વંડ ખેંચીને પિતાના મોટાભાઈ ધર્મ-યુધિષ્ઠિર સામે ખડો કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com