________________
“ આ બ્રાહ્મણના ઘરમાં હવે બહુ રહ્યાં, યુધિષ્ઠિર; જવાનું બધું ફરી ફરીને જોઈ લીધું; હવે અન્યત્ર જઈએ. સાંભળ્યું છે કે પાંચાલ દેશ બહુ સહામણે છે તે, તારી જે સલાહ હોય, તે આપણે પાંચાલ તરફ જઈએ."
યુધિષ્ઠિરે પણ એ જ રંગતમાં જવાબ દીધો કે “મા, તમે જે કહેતાં હશે, તેમાં અમારું હિત જ હશે.”
અને પછી બધા ય ભાઈઓ, માને લઈને-અને પેલા યજમાન બ્રાહ્મણની વિધિપૂર્વકની વિદાય લઈને, એકચક્રમાંથી નીકળી પાંચાલને પંથે વળ્યા.
૨૨. અંગારપર્ણને અંગાર
એકચકામાં બકને સંહાર કરીને પાંડવો પાંચાલ દેશને પથે વળ્યા. પાંચાલીને નિમિત્તે દ્રુપદરાજે યોજેલા સમારંભની વાત સાંભળીને એમનાં ચિત્ત ચગડોળે ચડયાં હતાં. | આગળ અર્જુન ચાલતો હતો. તેણે હાથમાં મશાલ ધારણ કરી હતી. રસ્તાઓ સારા અને સમથળ હતા, પણ પ્રદેશ અજાણ્યો હોઈ પ્રતિપળે સાવધાન રહેવું પડતું હતું. એક નિમેષ પણ ગાફેલ રહ્યા તે ખેલ ખલાસ, એવી સ્થિતિ હતી. ચાલતાં ચાલતાં કુન્તી અને તેના પાંચ પુત્રો ગંગાને કિનારે પહોંચ્યા.
કેણુ છે એ?” અચાનક તેમને કાને કોઈને પડકાર આવ્યો. “જ્યાં છે, ત્યાં જ ઊભા રહેજે. એક ડગલું પણ આગળ ભર્યું છે, તે મર્યા જ સમજજે.”
કાણ છે તું ?” લેશ પણ ડર્યા વગર અને પોતાની આગેકૂચને જરા પણ થંભાવ્યા વગર અર્જુને સામો પડકાર કર્યો. “ગંગામૈયા તે સૌની એક સરખી માતા છે. એનાં અમૃત સરખાં જલનું આચમન કરતાં તું અમને અટકાવનારે કાણ?”
ધમકી આપનારને અવાજ હવે જરા ઢીલો પડયો. તેને સાધારણ અનુભવ તો એ હતો કે તેને હાકેટ સાંભળતાં વેંત જ ભલભલાના છક્કા છૂટી જતા. ત્યારે આ મશાલધારી જુવાન તો સામી છાતીએ અને એ જ ગતિએ આગળ વધ્યો આવે છે, અને એની પાછળ પાછળ ચાલતી એક પ્રૌઢા સ્ત્રી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com