________________
૮૫
આ દ્રૌપદીને માટે પાંચાલમાં મત્સ્યવેધને સમારંભ યોજાયો હતો. ભારતના એકેએક ભુમિ-ભાગમાંથી બાણાવળીઓ અને બ્રાહ્મણ, વ્યાપારીઓ અને વિદ્વાનો, કારીગરે, કલાકાવિદ, ના, નર્તક વગેરે પાંચાલની નેમ નોંધીને નીકળી પડયા હતા.
કહેવાની ભાગ્યે જ જરૂર હોય કે બધાય કે દ્રૌપદીને વરવાની ઇચ્છાથી નહોતા આવતા; પણ જ્યાં આગળ આવે શકવર્તી સ્વયંવર યોજાયો હોય ત્યાં પ્રેક્ષકે પણ પાર વગરના જ હોયને!
અને એ બધા પ્રેક્ષકાની જુદી જુદી જીવન જરૂરિયાતોને લક્ષમાં રાખીને આવનાર વ્યાપારીઓ વગેરેની સંખ્યા પણ કે નાનીસૂની તે ન જ હોય!
બીજા શબ્દમાં કહીએ તે દ્રૌપદી-સ્વયંવરને નિમિત્ત દ્રુપદના પાટનગરમાં એક વિરાટ અખિલ-ભારત–મેળો જ જાણે ભરાઈ રહ્યો હતો.
આવા સમારંભમાં જવાનું પાંડવોને મન થાય એમાં આશ્ચર્ય શું !
વળી આ દ્રૌપદીની આસપાસ, એના બાલ્યકાળથી જ, કેવી કેવી અદ્ભુત લકવાયકાઓ વણાવા માંડી હતી!
કહેવાતું હતું કે એના પિતા દુપદે એક મહાન યજ્ઞ કરેલઃ આચાર્ય દ્રોણે, ધૃતરાષ્ટ્ર અને પાંડુના પુત્રો દ્વારા પિતાને પરાજિત કરી અપમાન્યો હતો, તેનું વેર લેવા માટે!
આમાં મૂળ તે દ્રુપદના પિતાને જ વાંક હતો. એ અને દ્રોણ બને દ્રોણના પિતા ભરદ્વાજના શિષ્યો હતા. બાલ્યાવસ્થા દરમિયાન બંને વચ્ચે પ્રગાઢ મૈત્રી જામેલી. પછી વિદ્યાભ્યાસ પૂરો થતાં, કુપદ રાજ્યને સ્વામી બન્યો, જ્યારે દ્રોણ તે મૂળ આશ્રમવાસી હતો, તે આશ્રમવાસી જ રહ્યો. પણ એકવાર જૂની મિત્રીને દાવે દ્રોણ પદને મળવા ગયો, ત્યારે તેણે જોયું કે દ્રુપદ હવે પહેલાને દુપદ રહ્યો નથી. રાજા બનીને તે માણસાઈને ભૂલી ગયો છે. તે વખતે કુપદે દ્રોણનું અપમાન કરેલું.
અને કોણે મનમાં ને મનમાં પ્રતિજ્ઞા કરેલી કે આ સાહેબને બોધપાઠ આપું તે જ હું વેણ ખરો.
અને એ બોધપાઠ તેણે દુપદને પોતાના કૌરવ-શિષ્ય દ્વારા પરાજિત કરીને આપ્યો હતે.
પણ દ્રોણને એ વખતે એ યાદ નહોતું રહ્યું કે અપમાનનો બદલો અપમાનથી લઈને, પોતે ભવિષ્યને માટે એક ઘોર આપત્તિ વહોરી રહ્યો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com