________________
૨૧. પાંચાલ દેશ સહામણે, જ્યાં દ્રૌપદી કેરો વાસ
બકાસુરને વધ કરનાર બીજો કોઈ નહિ, પણ ભીમસેન જ હતો, એ વાતને છુપાવવાને ગમે તેટલો પ્રયત્ન એ પોતે કરે, એના ચાર ભાઈઓ અને માતા કુન્તી કરે, પણ સૂર્ય છાબડે કદી ઢંકાતો રહેતો નથી અને અપ્રતિમ શૌર્યનાં ઉદ્ભવસ્થાને લાંબા વખતને માટે ગુપ્ત રાખી શકાતાં
નથી.
એટલે બકાસુરના વધ પછી એકચક્રને પિતાને વસવાટ આટોપી લેવો જોઈએ એમ પાંડને થતું જ હતું.
ત્યાં એક દિવસે એક પ્રવાસી વિપ્રવર્ષે આવીને એક અદ્ભુત સમાચાર આપ્યા.
પાંચાલ દેશમાં એક અસામાન્ય સમારંભ યોજાઈ રહ્યો હતો, અને એ સમારંભે આખાયે આર્યાવર્તનું ધ્યાન પોતાભણી દોર્યું હતું.
એ સમારંભ હતો દ્રૌપદી-સ્વયંવરને.
“સ્વયંવર” તે શબ્દ માત્ર હતું, બાકી દ્રૌપદીને “સ્વયમ” જેને વરવાનું મન થાય એને વરવાની છૂટ નહતી.
સીતા-સ્વયંવર” જે જ એ “સ્વયંવર' હતા. ભગવાન શંકરનું ધનુષ્ય જે ચઢાવી શકે તેને મારી પુત્રી સીતા પરણાવીશ, એવી જનકરાજાની ઘોષણું હતી. - અહીં દ્રુપદે પણ એક એવા પ્રકારની જાહેરાત કરી હતી. નેમ લેવામાં અને લક્ષ્ય વધવામાં અભુત અને અપૂર્વ કુશળતા માગી લે એવું એક યંત્ર તેણે બનાવ્યું હતું, અને એ યંત્રની આડે તેણે એક “મસ્ય ગાઠવ્યું હતું. આ “મસ્યને જે કઈ વેધ કરે તેને પોતે યજ્ઞવેદીમાંથી ઉત્પન્ન થયેલી પોતાની દુહિતા પરણાવશે એવી જાહેરાત દુપદે કરી હતી.
દ્રૌપદી યજ્ઞવેદીમાંથી ઉત્પન્ન થઈ હતી, માટે યાજ્ઞસેની તરીકે પણ તે ' ઓળખાતી. આ ઉપરાંત કૃષ્ણ, પાંચાલી વગેરે પણ તેનાં નામે – હુલામણાં નામો હતાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com