________________
પંથ દો કાજ છે. રાક્ષસને નાશ થશે, અને આ બ્રાહ્મણ કુટુંબે આપણું ઉપર જે ઉપકાર કર્યા છે તેને યત્કિંચિત બદલો પણ વાળી શકાશે. માણસ તે કહેવાય, બેટા, જેના પર કોઈએ કરેલ ઉપકાર એળે ન જાય. ''
યુધિષ્ઠિર સમજે. બીજા ત્રણેય સંમતિ આપી.
સવારના પહોરમાં પિલા નિશ્ચિત આહાર સાથે ભીમસેન એકલો બકાસુરને વનસ્થાને પહોંચે અને બકાસુરને નિમિત્તે રંધાયેલ ભાત નિરાંતે આરોગતાં આરોગતાં તેણે બકાસુરના નામની બૂમો પાડવા માંડી.
બકાસુર બહાર નીકળ્યા અને આ દશ્ય જોઈને ગુસ્સાથી લાલચોળ થઈ ગયો.
અરે મરવાની પળે પણ સખણો નથી રહેતે, મુખ ?” રાક્ષસે ત્રાડ પાડી, “ મારા માટેનું ભોજન તું એઠું કરે છે ? ”
પણ અહીં સાંભળે છે જ કાણ! ભીમે તે નિરાંતે ભાત સાફ કરવાનું ચાલુ રાખ્યું.
રાક્ષસને ગુસ્સો મળય અત્યંત ઉગ્ર હતો, તે આ દ્રશ્યથી વળી સાતમા આસમાને પહોંચ્યો. દોડીને તેણે ભીમના વાંસામાં થોડીક મુકકીએ લગાવી દીધી.
પણ ભીમે તો જાણે કોઈ પીઠ પંપાળી રહ્યું હોય એવો દેખાવ કરીને ખાવાનું ચાલુ રાખ્યું.
હવે બકાસુરને લાગવા માંડયું કે જણ કોઈ અસામાન્ય ટિન લાગે છે. એક ઝાડ ઉખેડીને તેણે હાથમાં અદ્ધર તોળ્યું અને ભીમને ભુક કરવા માટે તે અત્યંત આવેગપૂર્વક દે.
દરમિયાન ભીમે નિરાંતે પેલા ભાત ખાઈ લીધા હતા, એટલું જ નહિ, પણ ખૂબ જ લહેરથી ચળુ પણ કરી લીધું હતું.
અને ભીમે પિતા પર ફેંકાયેલ ઝાડને દડાની પેઠે ઝીલીને એ જ ઝાડથી બકાસુરને ઝૂડવા માંડયા.
અને તે પછી થોડીક જ વારમાં એકચક્રાની આપત્તિ સામે બકાસુર પૃથ્વીના પટ પરથી નાબુદ થઈ ગયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com